Tuesday, March 21

ઓખા મરીન પોલીસ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને અંતર્ગત અનોખી પહેલ

0

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નીતીશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રજાપતિનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ધોરણ-૧૦ અને ધોરણ- ૧૨ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ઓખા મરીન પોલીસે પરીક્ષાને ધ્યાનમાં રાખી બેટ દ્વારકાથી ઓખા પહોંચવા માટે અનોખી પહેલ કરી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે મોડા ન પડે તે માટે તથા કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દેવ વાંઝા તથા બેટ પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક કરી ઓખા મરીન પોલીસની સરકારી બોટની વ્યવસ્થા કરી આપેલ અને વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!