પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ માટે સેવા ભી, રોજગાર ભી

0

મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોમાં કોઇ માંદગી આવે એટલે તેમની આવકનો મોટો ભાગ આ માંદગી અને તેની દવાઓ પાછળ જતો હોય છે, અને અનેક નાણાકિય સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. અમુક વખત બ્લડ પ્રેશર જેવા રોગોની દવાઓ મોંઘી હોવાને કારણે નિયમિતપણે ન લેવાથી તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવુ પણ બનતું હોય છે. આ માટે સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી ભારતીય જનઔષિધ પરિયોજના (ઁસ્મ્ત્નઁ) અમલમાં મુકી છે. ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગ અંતર્ગત અમલીકરણ એજ?ન્સી ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસિસ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે. દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક જન ઔષધિ સ્ટોર હોવાના ઉદ્દેશ્ય સાથે જન ઔષધિ યોજના નવેમ્બર, ૨૦૦૮માં શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ડીસેમ્બર-૨૦૧૭માં ૩૦૦૦ કેન્દ્રો ખોલવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો. માર્ચ, ૨૦૨૦મા કુલ ૬૦૦૦ કેન્દ્રો ખુલ્યા. હાલ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં સમગ્ર દેશમાં ૯૦૦૦થી વધુ જનઔષધિ કેન્દ્રો કાર્યરત થયા છે. આ રીટેઇલ વિતરણ કેન્દ્રો સરકારી એજન્સીઓ તેમજ ખાનગી સાહસિકો દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં રાહત ભાવે એલોપેથિક દવાઓ અને સાધનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જનઔષધિ કેન્દ્રમાં ડબલ્યુ.એચ.ઓ. જી.એમ પી. સર્ટીફિકેટવાળી ઉચ્ચ ગુણવત્તાની દવાઓ મળે છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા જેનેરિક દવાઓ પુરી પાડવા માટે સરકાર ઉદ્યોગ સાહિસકોને આમંત્રણ આપે છે, અને પાત્રતા ધરાવતા અરજદારોને કેન્દ્ર ખોલવા માટે ડ્રગ લાયસન્સ અને અન્ય માળખાકીય સુવિધાઓની મદદ પુરી પાડે છે. જે અંતર્ગત ફક્ત સરકાર દ્વારા નક્કી કરાયેલા વિસ્તારો માટે રૂા.૨ લાખ સુધીની સહાય કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ફર્નિચર માટે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત જન ઔષધિ કેન્દ્રના માલિકોને સુગમ સંચાલન માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં માસિક ખરીદના ૧૫% લેખે મહિનાના રૂા.૧૫,૦૦૦ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. કોઇ પણ એક વ્યક્તિ, પાર્ટનરશિપમાં, ચેરિટેબલ ટ્રસ્ટ, એન.જિ.ઓ., ટ્રસ્ટ, સોસાયટી આ યોજના અંતર્ગત જન ઔષધિ સ્ટોર ખોલી શકે છે. ખાસ કરીને બ્લડ પ્રેશર, હૃદયરોગ, ડાયાબીટિસ, જેવા રોગોમાં લાંબા સમય સુધી રોજિંદી દવાઓ લેવાની થતી હોવાથી આ દર્દીઓ માટે જન ઔષધિ દ્વારા મોટી રાહત મળી છે. વળી, વાજબી કિંમતે મળતી દવાઓથી મહિનાની દવાઓ એકસાથે ખરીદ કરવી શક્ય બની છે, જેથી દર્દીઓ દવાઓ લેવામાં નિયમિતતા જાળવી શકે છે. આવા લાખો દર્દીઓ માટે આ કેન્દ્રો સેવાધામ પુરવાર થઇ રહ્યાં છે. માત્ર ઊંચી કિંમતે મળતી દવા જ ગુણવત્તાવાળી હોય એવી ધારણાનો સામનો કરવા માટે સમાજિક શિક્ષણ અને પ્રચાર દ્વારા જેનેરિક દવાઓ વિશે આ યોજના અંતર્ગત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા મોટા પ્રમાણમાં થતી ખરીદી, નવી વિતરણ વ્યવસ્થા અને ઘટાડેલા નફા વડે સારામાં સારી ગુણવત્તા ધરાવતી દવાઓ અસરકારક રીતે ઓછા ભાવે પુરી પાડી શકે છે. જન ઔષધિ દવાઓની કિંમત બ્રાન્ડેડ દવાઓના ૫૦ ટકા થી ૯૦ ટકા જેટલી હોય છે. મહિલાઓ માટે જન ઔષધિ સુવિધા સેનેટરી પેડ ફક્ત ૧ રૂપિયાનું એક પેડ મળે છે. આ યોજનામાં ૧૭૦૦થી વધુ પ્રકારની દવાઓ અને ૨૮૦ સર્જિકલ સાધનોને આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત, પ્રિસ્ક્રિપ્શનના પ્રચલિત વલણો અનુસાર નવી દવાઓ અને સંયોજન દવાઓને દર વર્ષે ઉમેરવામાં આવે છે. દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા ગુડ મેન્યુફેકચરિંગ પ્રેક્ટિસ(ઉૐર્ં- ય્સ્ઁ) પ્રમાણિત સપ્લાયર્સ પાસેથી જ દવાઓ ખરીદવામાં આવે છે. તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ખરીદી પછી વેરહાઉસ ઉપર પ્રાપ્તિ થયે દરેક બેચનું પરીક્ષણ કરવામાં આવે છે. આ માટે નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલીબ્રેશન લેબોરેટરીઝ(દ્ગછમ્ન્) દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાઓમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. અત્યાધુનિક સોફ્ટવેર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી ગ્રાહક સુધી થતા વિતરણની દેખરેખ રાખવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કૂલ ૫૮ જનઔષધિ કેન્દ્ર આવેલા છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ૫ કરોડની આસપાસ જનઔષધિ દવાનું વેંચાણ થયું હતું. આનાથી રાજકોટ જીલ્લાના અંદાજિત ૨૦ કરોડ રૂપિયાની આસપાસ બચત થયેલ છે. ગુજરાતમાં કૂલ ૫૦૦થી વધુ જનઔષધિ કેન્દ્ર કાર્યરત છે. આપની નજીકના જન ઔષધિ કેન્દ્ર, ઉપલબ્ધ દવાઓ, તેના ભાવ વગેરે તમામ માહિતી આંગળીના ટેરવે “જન ઔષધિ સુગમ” એપ(લિંક ઃ રંંॅઃ//ર્હીઙ્મૈહા.ર્ં/દ્ઘટ્ઠહટ્ઠેજરટ્ઠઙ્ઘૈજેખ્તટ્ઠદ્બ) દ્વારા મેળવી શકાય છે, તેમજ ૧૮૦૦-૧૮૦-૮૦૮૦ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી શકાય છે.

error: Content is protected !!