માંગરોળ ખાતે બુથ સશકિતકરણ કાર્યક્રમ યોજાયો

0

માંગરોળ મુકામે માંગરોળ તાલુકા શહેર ભાજપના પ્રમુખ મહામંત્રીઓ સાથે સર્વ હોદેદારો, શક્તિ કેન્દ્રના સંયોજક, કારોબારી સભ્યો, શહેરનગર પાલિકા સભ્ય તાલુકા પંચાયતના સદસ્યઓ, જિલ્લા પંચાયતના સદસ્ય, માંગરોળ તાલુકા ભાજપના મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, આઈટી સેલના સર્વ હોદ્દેદારોની હાજરી સાથે બુથ સશક્તિકરણ અભિયાનની બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લેવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના મંત્રી વેલજીભાઈ મસાણી, શહેર તાલુકા મંડલ પ્રભારી ભરતભાઈ ચારીયા, ચંદુભાઈ મકવાણા, નગરપાલિકા ઉપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા. પ્રમુખ કિરીટભાઈએ બુથ સશક્તિકરણ માટે ખાસ કરીને આ બીજી વખત મીટીંગ બોલાવી શક્તિ કેન્દ્રથી લઇ છેટ પેઇજ સમિતિ સુધીનું સત્યાપન કરી બુથ કેમ મજબૂત થાય અને તેની અગત્યતા સમજાવી સુસારૂ સંગઠન માટે સરલ એપ ડાઉનલોડ કરી પોતાના ફોર્મ ભરવાની પણ સમજ આપવામાં આવી અને સાથે લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓમાં લાગી જવા આહવાન કરેલ હતું. આગામી તારીખમાં આપણા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ જૂનાગઢ જિલ્લામાં આવતા હોય તેમને સન્માનવા તમામ કાર્યકર્તાઓએ હાજર રહેવા આમંત્રણ પણ આપવામાં આવેલ હતું.

error: Content is protected !!