માંગરોળ : વાર્ષો જુના વડલાનાં વૃક્ષમાં આગ લાગી

0

માંગરોળના કામનાથ રોડ ઉપર કોટડા ફાટક પાસે વર્ષો જુના ચાર વડલાના વૃક્ષોમાં આજે ફરી શંકાસ્પદ આગ લાગી હતી. જેની જાણ થતાં સંજીવની નેચર ફાઉન્ડેશનના નરેશભાઈ ગોસ્વામીએ હર વખતની જેમનગરપાલિકા ફાયર બ્રિગેડને બોલાવેલ પરંતુ નગર પાલીકા ફાયર બ્રિગેડ ખરાબ હોય સામાજીક વનીકરણ આરએફઓને જાણ માટે ફોન કર્યો પણ ફોન રીસીવ ન થતા પ્રાઇવેટ ટેન્કર મંગાવી આગ કાબુમાં લેવામાં આવી હતી. એક મહિનામાં એક જ જગ્યા ઉપર આગ લાગવાનો આ ત્રીજાે બનાવ છે. અવાર-નવાર કામનાથ રોડ ઉપર વૃક્ષો સળગાવવાના બનાવો બને છે. આ આગ બુજાવવા માટે દેવરાજભાઇ સરવૈયા, સાવનભાઇ સિંધવા, રાહુલભાઇ વાઘેલા, ગીજુભાઇ વાઘેલા, તમામનો ખુબ જહેમત ઉઠાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. કામનાથ રોડ તેમજ કેશોદ રોડ ઉપર અવારનવાર ઘેઘુર વૃક્ષોમાં અચાનક આગ લાગવાના બનાવો બને છે. પેશકદમી અને નડતરરૂપ વૃક્ષોને ઈરાદા પુર્વક આગ લગાડી પર્યાવરણનુ નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાની આશંકા સાથે પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. અહીં અનેક જગ્યાએ રોડ ઉપર ઉકરડા કરી બંને સાઈડ પેક કરી દીધેલ હોય, નાના-મોટા વાહનો ઓવર ટેઇક કરવામાં વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા ઉકરડા અને રોડ સાઇડ ઉપર કરેલી પેશકદમી દૂર કરવા લોક માંગ ઉઠી છે.

error: Content is protected !!