સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારીઓનાં હોદ્દેદારોએ રાજકોટનાં મેયર-ડેપ્યુટી મેયરની શુભેચ્છા મુલાકાત લીધી

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારોએ સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી નિમિતે સોસાયટીના વિકાસમાં સહભાગી બનનારા રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ૧૯૭૨માં સ્થપાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી. હાલ ૨૦૨૩માં તેનું સુવર્ણ જયંતી વર્ષ ઉજવી રહી છે. આ હાઉસીંગ સોસાયટીના વિકાસના કર્યોમાં હંમેશા મદદરૂપ થનાર રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત તાજેતરમાં સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ કે ડોડીયા, સહમંત્રી અજયસિંહભાઈ પરમાર અને સહમંત્રી રમેશ સભાયા, કારોબારી સભ્ય જીતેશ એમ. પંડિત તેમજ સોસાયટીના સિનિયર મેમ્બર અને પથદર્શક એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઈજનેર ડી. પી. ત્રિવેદી સાહેબે લીધેલ. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના મનપાને લગતા તમામ વિકાસના કામોમાં હંમેશા હકારાત્મક વલણ અપનાવીને સહયોગી બનનારા રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ હરીભાઈ પટેલ, શહેર ભાજપના મંત્રી વિક્રમભાઈ પૂજારા તેમજ વોર્ડ નં-૯નાં તમામ કોર્પોરેટરનો સોસાયટીના હોદ્દેદારો દ્વારા આભાર માનવામાં આવેલ હતો.

error: Content is protected !!