જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરે રવિવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનો કાફલો દ્વારકાધીશ જગત મંદિરે દર્શનાથે પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી સહિતનાઓએ જગત મંદિર ગેટ બાર શુંઝ તેમજ પગરખા ઉતારેલ હતા. પરંતુ મુખ્યમંત્રી સાથે તેમના સિક્યુંરેટી ગાર્ડ પણ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તેમાથી એક સિક્યુંરેટી ગાર્ડ જગત મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર અંગદ સુઝ પેરી પ્રવેશ કર્યો હતો. મંદિર અંદર પહોંચી ગયા બાદ જગત મંદિર અંદર સિક્યુરેટી ગાર્ડને ટકોર કરતા તેમની સાથે સ્થાનિક કર્મચારી મંદિર અંદથી ગેટ બાર લાવેલ અને સુઝ બહાર ઉતરાવ્યા હતા. મુખ્યમંત્રીના સિક્યુંરેટી ગાર્ડ ભાન ભુલ્યા હોય એમ શુઝ પેરીને મંદિરમાં પ્રવેશ કરતા તેની ટીકાઓ વહેતી થઇ હતી.