ઓખામાં બેટરી ચોરી પ્રકરણમાં બે પરપ્રાંતિય શખ્સો ઝડપાયા

0

ઓખા વિસ્તારમાં જુદી જુદી ૧૦ ઇલેક્ટ્રીક બેટરીની ચોરી થવા સબબ ગત તારીખ ૧૩ માર્ચના રોજ ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ પ્રકરણના અનુસંધાને ઓખાના પી.એસ.આઈ. ડી.એન. વાંઝાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ માડમ તથા આશપાલભાઈ ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓખામાંથી પંજાબ રાજ્યના ગુરૂદાસપુર જિલ્લાના બડાબા તાલુકામાં રહેતા ગુરજટસિંગ જશબીરસિંગ શેખો (ઉ.વ. ૨૭) અને ઉત્તર પ્રદેશ રાજ્યના મીરજાપુર જિલ્લાના લાલગંજ તાલુકામાં રહેતા રાજેશપાલ લક્ષનપાલ (ઉ.વ. ૨૧) નામના બે શખ્સોનો અટકાયત કરી, તેના કબજામાંથી ચોરીના મુદ્દામાલની રૂપિયા ૫૦,૦૦૦ની કિંમતની ૧૦ બેટરી કબજે કરી હતી. આ સમગ્ર કાર્યવાહી ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. દેવ વાંઝા, હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ માડમ, આસપાલભાઈ મોવર, પ્રદ્યુમનસિંહ જાડેજા, કિશોરભાઈ નંદાણીયા, જયેશભાઈ ખીમાભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!