ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

0

પહેલા દિવસે સોળ ખેડૂતો જણસ વેંચવા આવ્યા

રાજ્ય સરકાર દ્વારા રવિ પાકના ચણા તથા રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાના આદેશ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલથી આ ખરીદીનો પ્રારંભ થયો છે. અત્રે દ્વારકા હાઈવે ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગુજકોમાસોલના પ્રતિનિધિ તેમજ ખરીદી અંગેની કામગીરી સંભાળી રહેલા અધિકારીઓ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ચણાના વેંચાણા અર્થે અત્રે આવેલા મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન પી.એસ. જાડેજાએ વિધિવત રીતે પૂજન કરાવી, ખેડૂતોનોનું સ્વાગત કરી અને ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કર્યો હતો. ગઈકાલે મંગળવારે પ્રથમ દિવસે સોળ ખેડૂતો તેમની ચણાના ઉપજ સાથે અત્રે યાર્ડમાં આવ્યા હતા. જેમાં માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર રામભાઈ ગોકર, પૂર્વ વાઇસ ચેરમેન અનિલભાઈ દાવડા, માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભાવેશભાઈ જાેગલ ઉપસ્થિત રહ્યા હતા. ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોનો જેમ જેમ વારો આવતો જાય તેમ ધારાધોરણ મુજબ સ્વીકૃતિને પાત્ર જથ્થો માર્કેટિંગ યાર્ડ ખાતે લાવી અને સરકારની આ એમ.એસ.પી.ની યોજનાનું વધુમાં વધુ લાભ લેવા પી.એસ. જાડેજા દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!