સ્પર્ધાત્મક યુગમાં સતત દોડતા રહેવાની હોડ અને પરીક્ષાનાં ડિપ્રેશનથી કેટલાનો ભોગ લેવાશે ?
અખબારી યાદી પ્રસિધ્ધ કર્યાથી વિદ્યાર્થીને કોઈ બળ મળી જતું નથી કે મોટીવેશન્લ સ્પીકરોનાં ભાષણોથી વિદ્યાર્થી આગળ આવી જતો નથી. વિદ્યાર્થીઓનો પરીક્ષાનાં ડર દુર કરવાનાં મનોવૈજ્ઞાનિક ઢબથી પ્રયાસ કરવા જાેઈએ કારણ કે દરેક બાળક સ્પેશ્યલ છે.
દર વર્ષે બોર્ડની પરીક્ષા આવે ત્યારે કોઈને કોઈ શહેરમાં કોઈને કોઈ સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.૧૦ અને ધો.૧રનાં કોઈ વિદ્યાર્થીએ કે વિદ્યાર્થીનીએ અઘટીત પગલું ભરી અને જીવનનો અંત આણ્યો હોવાનાં કિસ્સાઓ છાશવારે બહાર આવે છે. આ કરણાકંતીભર્યા કિસ્સા બહાર આવ્યા બાદ ગમગીનીનું વાતાવરણ ફેલાઈ જાય છે અને થોડો સમય આ વાતાવરણ રહ્યા બાદ ફરી પાછું બધુ ભુલાઈ જાય છે. આવી ઘટમાળ વચ્ચે જૂનાગઢ શહેરમાં ગઈકાલે બોર્ડની પરીક્ષા એટલે કે ધો.૧૦ અને ૧રની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો હતો અને જુદી-જુદી સ્કૂલનાં પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને કુમકુમ તિલકનાં વધામણા સાથે સમાજનાં કહેવાતા આગેવાનો દ્વારા આવકારવાનાં કાર્યક્રમ અને મોઢું મીઠું કરવાનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા. હસીખુશીનાં કહેવાતા આ બારનાં મુખવટાની સાથે સાથે એક દર્દનાક કિસ્સો પણ સામે આવ્યો છે. ધો.૧રની પરીક્ષાનું પેપર શરૂ થાય અને ધો.૧રનું સાયન્સ પહેલું પેપર અપાઈ તે પહેલા જ જૂનાગઢનાં એક જાણીતા ડોકટરનાં પિતાનાં પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનાં બનાવનાં પગલે હૃદયમાં દુઃખદાયક વેદના ઉઠી છે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ સુભમ રેસિડેન્ટીમાં રહેતા અને ધો.૧રમાં અભ્યાસ કરતા નમન પંકજભાઈ વડાલીયા(ઉ.વ.૧૮) નામનાં પરીક્ષાર્થીએ પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થી નમનનાં પિતા ડો. પંકજભાઈ વડાલીયા જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી પાસે વડાલીયા ઈન્ટેન્સીવ હોસ્પિટલ ધરાવે છે. તે ઝેરી દવાની અસર અને સ્પર્શદંશનાં કેસનાં તબીબ છે. પરીક્ષાનાં લીધે તેમનાં પુત્ર નમને ડીપ્રેશનમાં હોવાથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. દરમ્યાન અવાર-નવાર વિદ્યાર્થીઓનાં આપઘાતનાં કિસ્સાઓ બનતા જ રહ્યા છે ત્યારે સમાજનાં હિત ચિંતકો, શીક્ષણ સંસ્થાઓ કે કહેવાતા બોર્ડ અને અન્ય સમાજે ફરી એકવાર વિચારવાની નોબત આવી ગઈ છે. કોઈપણ વિદ્યાર્થી આત્મઘાતી પગલું કયારે ભરે તે અંગે કોઈએ જાણવાની તસ્દી લીધી છે ખરી ? કોઈ વિદ્યાર્થીઓ જયારે આપઘાત કરે છે ત્યારે બે-પાંચ દિવસ બહારનાં માહોલમાં ગમગીની અને શ્રધ્ધાંજલીનાં કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે પરંતુ ત્યારબાદ બધુ ભુલાઈ જતું હોય છે. સ્પર્ધાત્મક યુગમાં જયાં સતત તમારી ક્ષમતા ન હોય કેપીસીટી ન હોય અને તેમ છતાં તમારે દોડતું રહેવું પડે અને દોડની વચ્ચે અચાનક પડી જવાનો ભય ઉભો થાય તેવા સંજાેગોમાં ભયભીત થયેલું બાળક શું થશેનાં ડર વચ્ચે આત્મઘાતી પગલું ભરી લેતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાનાં સમયે પરીક્ષાનાં ટેન્શનમાંથી મુકત કરવા માટે અખબારી યાદીઓ કે પ્રેસનોટ પ્રસિધ્ધ કરી અને વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મુશ્કેલી હોય તો અમે બેઠા છીએ તેવી અખબારી યાદી પ્રસિધ્ધ કરવા કરતા અને પોતાની વાહ વાહ કરવા કરતા વિદ્યાર્થીઓને સમજાવા માટેનાં અન્ય કલાસોની માફક કલાસ ચલાવવા જાેઈએ, વિદ્યાર્થીનાં મનમાં શું છે તે શા માટે મુંઝાઈ છે, તેને શું પરિસ્થિતી અને આ પરિસ્થિતિનાં નિવારણ માટે શું પગલા ભરવા જાેઈએ તે માટેનાં મનોમંથનનો સમય આવી ગયો છે અને જાે આમ નહી થાય તો વિદ્યાર્થીઓનાં આપઘાતનાં કિસ્સાઓમાં સતત વધારો થવાનો છે. આ ઘટમાળ કયારે પણ અટકાવાની નથી તે પણ એટલું જ સત્ય છે. આજે દોડતા રહેવાની સ્પર્ધામાં બાળક મુંઝાયેલું અને મુંરજાયેલું રહે છે. આ બાળકને પોતાનાં વડીલો, બહારનાઓ તેમજ સમાજમાં દિવસે દિવસે ફુટી નીકળેલા મોટીવેશન્લ સ્પીકરો ખીચોખીચ મેદની વચ્ચે સારા સારા શબ્દો બોલી અને સારૂ ભાષણ કરી અને તાલીયોનાં ગળગળાટની દાદ જીલતા આવા મોટીવેશન્લ સ્પીકરો કાંઈ તેમનાં કહેવાથી વિદ્યાર્થીઓમાં સ્કીલ આવી જતી નથી. એક માત્ર દાખલો માત્ર જુઓ કોઈપણ સ્કૂલ કે કોઈપણ ટયુશન કલાસીસમાં ૧૦૦ વિદ્યાર્થીઓ પૈકી પાંચ વિદ્યાર્થીઓ એવા હોય છે કે તે તડકામાં બેસી અભ્યાસ કરી શકે, ગમે તેવી પરિસ્થિતિમાં તે પોતાનું ધ્યેય છોડતા નથી અને ઈશ્વરે જે એમને કુદરતી ભેટ આપેલી હોય તે અનુસાર તે કાર્ય કરતા હોય છે અને આવા જે પાંચ વિદ્યાર્થીઓ દરેક સ્કૂલમાં કે ટયુશન કલાસીસમાં રહેલા હોય છે તેવા આ વિદ્યાર્થીઓ પરીક્ષાનાં પરિણામમાં ઝળહળતી સિધ્ધી મેળવે છે અને જે તે સંસ્થા કે ટયુશન કલાસીસનું ખુબ જ મહત્વ થતું હોય છે પરંતુ સત્ય હકિકત એ છે કે આવા પાંચ વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેસીને પોતાની હૈયાહુકલકથી તે પાસ થવાના છે તેને કોઈ ટયુશનની પણ જરૂર નથી પરંતુ બાકીનાં ૯પ વિદ્યાર્થીઓ છે તેનું શું ? આવા વિદ્યાર્થીઓ ગાડરીયા પ્રવાહની માફક જે તે સંસ્થાઓમાં જાેડાઈ જતા હોય છે અને નામ તો ઝળહળતા સીતારાઓમાં આ પાંચ વિદ્યાર્થીઓનું આવતું હોય છે. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજનાં હિત ચિંતકોએ દરેકે સમજવાની જરૂર છે. ભગવાને મોકલેલો દરેક બાળક કે વિદ્યાર્થી પોતપોતાની રીતે સ્પેશ્યલ જ છે અને ભગવાને તેનાં માટે કોઈ સારૂ કાર્ય ચોક્કસ નિર્માણ કર્યું હશે. જેથી તેને જરા પણ નિરાશાવાદી થવાની જરૂર નથી અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે તે મુજબ કોઈપણ જાતનાં ફળની આશા રાખ્યા વિના પ્રમાણીકતાથી કર્મ કરે એટલે તેનું ચોક્કસ ભવિષ્ય નિર્માણ થશે જ.