ખંભાળિયા : દાતા ગામના સક્રિય સેવાભાવી યુવાનને જિલ્લા ભાજપ મંત્રીની જવાબદારી : ગ્રામજનો દ્વારા આવકાર

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના એવા દાતા ગામે રહેતા અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજુભાઈ ભીમાભાઈ ભરવાડને ભાજપના મોવડી મંડળ દ્વારા જિલ્લા ભાજપના મંત્રી તરીકેનો હોદ્દો સોંપવામાં આવ્યો છે. દાતા ગ્રામ પંચાયતના ઉપસરપંચ એવા રાજુભાઈ ભરવાડ છેલ્લા ઘણા સમયથી ગામના વિકાસમાં સક્રિય રીતે કાર્યરત છે. તેમના દ્વારા સમાજ ઉપરાંત દાતા ગામ માટે નિયમિત રીતે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નાની ઉંમરે ગામના ઉપસરપંચ તરીકેની મોટી જવાબદારી સંભાળતા રાજુભાઈ સરસીયા અગાઉ તિરંગા યાત્રા સહિતના અનેક મોટા કાર્યક્રમોની સફળતાના યશભાગી બન્યા છે. તેમના દ્વારા નિયમિત રીતે રક્તદાન તેમજ અનુદાનમાં સહભાગી થઈ, સમાજસેવાના કાર્યો કરવામાં આવે છે. તેમની આ વરણીને ગામના સરપંચ ગાયત્રીબા શિવરાજસિંહ જાડેજા, અગ્રણી કનકસિંહ પ્રભાતસિંહ જાડેજા સહિતના આગેવાનો, હોદ્દેદારો તેમજ ગ્રામજનોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી છે.

error: Content is protected !!