બિલખા નજીકનાં સાખડાવદર નજીક જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

0

બિલખા પંથકનાં સાખડાવદર નજીક જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર બિલખા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ કમલેશભાઈ બાબુભાઈ અને સ્ટાફે ગઈકાલે સાખડાવદર ગામે ત્રિવેણી સંગમ પુલ નજીકથી જાહેરમાં જુગાર રમતા દિલીપભાઈ બાવાભાઈ સોલંકી, ઈમરાન હસનભાઈ ચોટલીયા, અરજણભાઈ દેવસીભાઈ ડોબરીયા, જયસુખભાઈ ધરમશીભાઈ રાખોલીયા, અશરફભાઈ ગફારભાઈ ચૌહાણ, પાંચાભાઈ ગગજીભાઈ પરમાર, જેન્તીભાઈ વિરાભાઈ પરમાર વિગેરેને રોકડા રૂા.૧૦,૬૩૦ની રોકડ મુદ્દામાલ સાથે તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!