ખંભાળિયામાં ચકલી દિન નિમિત્તે માળા તથા કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું

0

તા. ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને વેદાંતા લિમિટેડ દ્વારા ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં સોમવારે વર્લ્ડ સ્પેરો ડે (વિશ્વ ચકલી દિવસ) નિમિત્તે અહીંના જાેધપુર ગેઈટ ચોક સહિતના જુદા જુદા વિસ્તારોમાં ચકલીના માળા તથા પક્ષીઓને પીવાના માટીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની ખાસ ઉપસ્થિતિમાં ચકલી ઘરનું વિતરણ કરાયું હતું. એનિમલ કેર સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિમાં કુલ ૧૧૦૦ થી વધુ ચકલી ઘર અને પાણીના કુંડા શહેરમાં વિતરિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પત્રકાર કુંજનભાઈ રાડિયા અને હાર્દિક મોટાણી, એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના દેશુરભાઈ ગઢવી, અનુ. જાતિ મોરચાના પ્રમુખ લખુભાઈ ચાવડા, વિજયભાઈ કટારીયા, શહેર ભાજપની ટીમ અને તાલુકાના હોદેદારો તેમજ વેદાંતા કંપનીના સિક્યુરિટી ઓફિસર ધર્મવીરસિંગ પણ ખાસ જાેડાયા હતા.

error: Content is protected !!