આફ્રિકા કોલિંગ બીઝનેસ મીટમાં ભાગ લેવા જતા ખંભાળિયાના વેપારી આગેવાનો

0

રઘુવંશી જ્ઞાતિની માતૃ સંસ્થા લોહાણા મહા પરિસદ દ્વારા આફ્રિકા ખાતે આગામી તા. ૧૯ થી ૨૩ માર્ચ સુધી ખાસ બીઝનેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશમાંથી આફ્રિકા ખાતે યોજવામાં આવેલી “આફ્રિકા કોલિંગ” બિઝનેસ મીટમાં મોટી સંખ્યામાં રઘુવંશી જ્ઞાતિના બિઝનેસમેનો ભાગ લેશે. ત્યારે આ બિઝનેસ મીટમાં ભાગ લેવા માટે ખંભાળિયાના રઘુવંશી અગ્રણી, વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા પાલિકાના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ગોકાણી, જીતુભાઈ હાથી, તેમજ શ્યામ મિલવારા હિતેશભાઈ તન્ના, ધવલભાઈ ગોકાણી, કિશન તન્ના વિગેરે બિઝનેસમેન યુવાનો આ મહત્વની મીટમાં ભાગ લેવા ગયા છે. વેપાર ધંધા સાથે સામાજિક વિકાસ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાના હેતુથી ખંભાળિયાના યુવા વેપારીઓ આ બિઝનેસ સેમિનારમાં જતા તેઓને ખંભાળિયાના વિવિધ વેપારી મંડળો, લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી અરુણભાઈ મજીઠીયા, પ્રતાપભાઈ દત્તાણી, દિનેશભાઈ દત્તાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના તેમજ પીઢ પત્રકાર રમણીકભાઈ રાડિયા, ઉપરાંત જ્ઞાતિની વિવિધ સંસ્થાના હોદેદારોએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી.

error: Content is protected !!