Monday, September 25

આહિર અગ્રણી ભીખુભાઈ અરજણભાઈ ભાટુની બીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ

0

માણાવદરના મરમઠ ગામે બીજી એપ્રિલે મેગા રક્તદાન કેમ્પ

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામે જાણીતા સેવાભાવી ભીખુભાઈ અરજણભાઈ ભાટુ ઉર્ફે ભીખુ રાણાની બીજી પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તારીખ બીજી એપ્રિલના રોજ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે મરમઠ ગામે આવેલા વાછરા દાદાના મંદિરે સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં સેવાની જ્યોત જલાવવા ભીખુભાઈ ભાટુ ગ્રુપ તથા સમસ્ત મરમઠ ગામ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!