જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ અને રાજકોટ પ્રોફેશનલ વિડીયોગ્રાફર એસોસિએશન તથા રાજકોટ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણસિંહજી હાઈસ્કૂલ સામે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઓફિસ ખાતે આયોજિત આ મેળામાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર ભાઈઓએ ભાગ લીધો હતો. રાજકોટ પ્રોફેશનલ વિડીયોગ્રાફર એસોસિએશનના પ્રમુખ બંકીમભાઇ જાેશીના જણાવ્યા મુજબ ૬૦ જેટલા લોકોની લોન અરજી મંજુર કરવામાં આવી હતી. આ તકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુકુલકુમાર તેમજ નીખિલભાઈ જાેશીએ ઉપસ્થિત રહી એક જ પ્લેટફોર્મ ઉપરથી એક સાથે મળવાપાત્ર લોન ધારકોની અરજીનો નિકાલ કરી આપ્યો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીના જણાવ્યા મુજબ વાજપેયી બેંકેબલ યોજના હેઠળ વ્યવસાય માટે રૂા.૮ લાખ સુધીની લોન સહાય મળી શકે છે, જેમાં રૂા.૧ લાખ સુધી રાજ્ય સરકાર દ્વારા સબસિડીનો લાભ મળવા પાત્ર છે.