ઉપલેટા તાલુકાના ૫૧ ગામમાં ૨૩૭૯ લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડનો લાભ અપાયો

0

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તમામ ૫૧ ગામમાં ઈ-શ્રમ કાર્ડ માટે કેમ્પ યોજી આશરે ૨૩૭૯ જેટલા લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. જિલ્લ વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં ઝુંબેશ હાથ ધરી તલાટી કમ મંત્રીઓ, તાલુકા પંચાયત, આઇ.સી.ડી.એસ., હેલ્થ સ્ટાફ વગેરે દ્વારા લોકોને ઈ-શ્રમ કાર્ડની સમજણ આપી યોજનાના લાભ વિષે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હાલ શનિ-રવિની રજાઓમાં પણ તમામ કચેરીઓએ રોજિંદી કામગીરી ઉપરાંત રાત્રિ કેમ્પ કરી ઇ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી ચાલુ રાખી મહત્તમ શ્રમિકોને લાભ આપવા માટેનો પ્રયાસ કરાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ કામદારો/શ્રમિકો અને તેમના પરિવારોજનોને રૂ.૨,૦૦,૦૦૦(બે) લાખ સુધીનું વીમા કવચ મળી શકે તે માટે ઈ-શ્રમ કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે, તેમ તાલુકા વિકાસ અધિકારી ઉપલેટાએ જણાવ્યું હતું.

error: Content is protected !!