દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમને આગામી ટુર્નામેન્ટ માટેનો પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો

0

૩૧મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તારીખ ૨૬ માર્ચથી રાજકોટ ખાતે યોજાનાર હોય, આ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ટીમ પણ ભાગ લેશે. જે પૂર્વે ક્રિકેટ ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે ખંભાળિયામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિનામા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પોર્ટ્‌સ એન્ડ રીક્રીએશન કલબના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, સ્પોર્ટ્‌સ ક્લબના મંત્રી જાેષીભાઈ, નંદાણીયાભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આગામી ટુર્નામેન્ટમાં ભાગ લેવા જતી સમગ્ર ટીમને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. છેલ્લા દસ દિવસથી દેવભૂમિ દ્વારકાની ટીમ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રેક્ટિસ મેચો રમવા ગઈ હતી. જેમાં કુલ ૧૨ મેચોમાંથી ૧૦ મેચોમાં તેઓ વિજેતા બન્યા છે. જેને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ કહી શકાય. વિજેતા ટ્રોફી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીને અર્પણ કરવામાં આવી છે. આગામી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ આ પ્રકારે જ સુંદર પ્રદર્શન કરે તે માટે અધિકારીઓ આગેવાનોએ શુભકામનાઓ પાઠવી હતી.

error: Content is protected !!