સરકાર દ્વારા રોકડ સહાય પણ આપવામાં આવે છે
૨૪ માર્ચ એટલે કે વર્લ્ડ ટીબી ડે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ૩૧૦ જેટલા ટી.બી.ની દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અહીંની સરકારી હોસ્પિટલમાં ટીબીને લગતી તમામ દવાઓ તેમજ નિદાન વિના મૂલ્યે પ્રાપ્ય છે. અહીં સારવાર અર્થે આવતા તમામ દર્દીના બેન્ક એકાઉન્ટમાં રૂા.૫૦૦ નીક્ષય પોષણ યોજના હેઠળ અને રૂા.૫૦૦ સમાજ કલ્યાણ ખાતા તરફથી મળી, કુલ રૂા. એક હજારની રકમ જ્યાં સુધી દર્દીઓ ટીબીની સારવાર લ્યે ત્યાં સુધી જમા કરાવવામાં આવે છે. અહીં આવતા ટીબીના દર્દીઓને હાલ નયારા કંપની તથા ટાટા કેમિકલ્સ તફથી પોષણ કીટ પણ આપવામાં આવે છે. ટીબી રોગના પ્રત્યેક દર્દીનું વહેલી તકે નિદાન કરી અને તાકીદે સારવાર બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થાય તેવા સરકારના અભિગમ સાથે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવ્યવસ્થિત સારવાર કરવામાં આવે છે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા ક્ષય અધિકારી ડો. કેતન વી. ભારથી દ્વારા જણાવાયું છે.