રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી, એલ, સંતોષજી, કેંદ્રીય આરોગ્યમંત્રી માંડવીયાજી, પ્રદેશ અધ્યક્ષ પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થીતી ઃ મારા ઉપર મુકવામાં આવેલી જવાબદારી પુર્ણ કર્યાનો આંનદ છે : પુનિતભાઈ શર્મા
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા અઢી વર્ષથી ખુબ જ સરાહનીય કામગીરી કરી રહેલા પુનિતભાઈ શર્માએ તેમનાં જાહેર જીવનની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં કરેલા લોકહિતનાં કાર્યોમાં ભારે આમ સમાજની ચાહના મેળવી છે. પાર્ટીના સંગઠનની કામગીરી પણ બખુબી નીભાવી જાણી છે. આ દરમ્યાન તાજેતરમાં જ શહેર ભાજપ પ્રમુખ એટલે કે પુનિતભાઈ શર્માને એક ખુબ જ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી અને આ જવાબદારી હતી કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ત્રણ દિવસનાં પ્રશિક્ષણ વર્ગની જવાબદારી તેઓને સોંપવામાં આવી હતી. આ જવાબદારીને સફળતાપુર્વક સંપન્ન કરવા તેમજ આ કાર્યક્રમ ખુબ જ સારી રીતે પાર પડે તે માટેનાં અથાગ પ્રયાસો શહેર ભાજપ પ્રમુખ એવા પુનિતભાઈ શર્મા અને તેમના કાર્યકર્તાઓની સમગ્ર ટીમે રાત-દિવસ સતત જહેમત ઉઠાવી અને ત્રણ દિવસનાં પ્રશિક્ષણ વર્ગને સફળતા પુર્વક સંપન્ન કરી અને પ્રદેશ કક્ષાના ઉચ્ચ નેતાગણ દ્વારા પણ કામગીરીને બિરદાવી અને ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય કક્ષાની યોજાનાર શિબિર માટેનું યજમાન પદ તેઓને આપવામાં આવશે તેવી લાગણી પણ વ્યકત કરવામાં આવી હતી. જૂનાગઢનાં આંગણે તાજેતરમાં યોજાયેલા ત્રીદિવસીય પ્રશિક્ષણ વર્ગની શરૂઆતથી જ જે કામગીરીનું નિરૂપણ થયું હતું તે અંગેના સંપુર્ણ અહેવાલની વિગત અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. પુર્ણ પ્લાનીંગ અને સારા આયોજનનાં કારણે એક પ્રશિક્ષણ વર્ગનું કાર્ય સફળતાપુર્વક સંપન્ન થયું તે ગૌરવની બાબત છે. મળતી વિગત અનુસાર ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માને સુચના આપવામાં આવી કે બહુ જ મહત્વના પ્રદેશ પ્રશિક્ષણ વર્ગની જવાબદારી આપને સોંપવામાં આવે છે અને આવી જ સુચના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલને પ્રદેશ તરફથી આપવામાં આવી હતી. સુચના મળ્યા પછી ત્વરિત જિલ્લા અને મહાનગરના પ્રમુખોએ આ જવાબદારી સ્વિકારી પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ સારી રીતે સફળ થાય તે માટે પ્લાનીંગ શરૂ કરી દીધા હતા. મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માની સુજબુઝથી કામગીરી કરવા માટે મહામંત્રી ભરતભાઈ શીંગાળા અને સંજયભાઈ મણવર પણ પ્લાનીંગમાં જાેડાયા હતા અને એક મીશનની તૈયારી આરંભાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજીની સુચના સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ મહામંત્રી રત્નાકરજી, પ્રદિપસિંહ વાઘેલા, પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ ઈન્ચાર્જ કે.સી.પટેલ, રાજેશ પટેલ, પ્રદીપભાઈ ખીમાણી, પ્રકાશચંદ્ર પટેલ, જાનકીબેન આચાર્ય તથા સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ સાંસદ વિનોદભાઈ ચાવડા, ધનસુખભાઈ ભંડેરી પ્રદિપભાઈ વાળા અને ચંદ્રશેખરભાઈ દવેના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ વર્ગ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. દરેકને મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવી. આ સાથે સમગ્ર પ્રશિક્ષણ વર્ગ પ્લાસ્ટીક મુક્ત કરવો એ પણ એક પડકાર હતો. આ મુદ્દાને ધ્યાને રાખીને પ્લાનીંગ શરૂ થયું. જેમાં શરૂઆતમાં પ્રમુખ-મહામંત્રી સાથે યુવા મોર્ચો, મહિલા મોર્ચો, કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કીરીટભાઈ ભીભા, દંડક અરવીદભાઇ ભલાણી તથા મીડિયા વિભાગના સંજયભાઈ પંડ્યાએ ઉપસ્થિત રહીને પોત-પોતાની જવાબદારીઓ સ્વિકારીને કામે લાગી ગયા હતા. આ સમગ્ર મીશનને સુપેરે સફળતાપુર્વક પાર પાડવા કર્મઠ કાર્યકરોની ટીમ બનાવવામાં આવી જેમાં આધ્યશક્તિબેન મજમુદારના નેતૃત્વ હેઠળ સુશોભનની વ્યવસ્થા માટે ચંદ્રીકાબેન રાખશીયા, ચંદ્રીકાબેન પંડયા, શીતલબેન તન્ના, કૈલાશબેન વેગડા, સુનિતાબેન સેવક, યોગેશ્વરીબેન જાડેજા સોનલબેન પનારા અને મનીષાબેન વૈશ્નાણીનો સમાવેશ કરાયો હતો. સત્ર સંચાલકની જવાબદારી ભરતભાઈ કારેણાને સોંપાઈ હતી, રજીસ્ટ્રેશન માટે જૂનાગઢ મહાનગરના બહેનોમાં શીલ્પાબેન જાેષી, જ્યોતીબેન વાછાણી, જ્યોતીબેન વાડોલીયા, કાજલબેન કાકડીયા, કીંજલબેન સતાસીયાએ જવાબદારી સ્વિકારી હતી. સ્વાગત વ્યવસ્થામાં વનરાજભાઈ સુત્રેજા, ઋષિકેશ મર્થક, પરાગ રાઠોડ, પિયુષ હુણ અને પિયુષ ગઢવી જાેડાયા હતા. મહત્વની જવાબદારી એવી આવાસ-નિવાસની વ્યવસ્થાની ટીમમાં લીલાભાઈ પરમાર, મુકેશભાઈ ગજેરા, રેનીશભાઈ ભટ્ટી, ભાવેશ પૌશીયા, શૈલેષ વાઢીયા, હસમુખ ખેરાળા અને જીત તેરૈયાને સોંપાઈ હતી. અતિથિ અધિકારીની વ્યવસ્થા માટે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, નટુભાઈ પટોળીયા, અભય રીબડીયા, વનરાજ સોલંકી અને રવી વીકાણી તૈયાર કરાયા હતા. મિડીયા વિભાગ ની જવાબદારી સંજયભાઈ પંડ્યા ને સોંપવામાં આવી હતી. ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે લલીતભાઈ ત્રાંબડીયા અને કેતનભાઈ નાંઢા રહ્યા હતા. વાહન વ્યવસ્થા માટે શાસક પક્ષના નેતા કીરીટભાઈ ભીંભા, દંડક અરવીંદભાઈ ભલાણી, જયેશભાઈ દોશી, જયેશભાઈ ધોરાજીયા અને ચિરાગ શેઠીયાને સોંપણી કરાઈ હતી. રાત્રી કાર્યક્રમો માટે મહાનગર મહામંત્રી ભરતભાઈ શીંગાળા, યુવા મોર્ચાના પ્રમુખ મનન અભાણી અને મહામંત્રી વિનસ હદવાણી ખડેપગે રહ્યા હતા. વહેલી સવારે વ્યાયામ માટેની જવાબદારીમાં મહાનગર મહામંત્રી સંજયભાઈ મણવર અને મયુર ચુડાસમા પસંદ કરાયા હતા. પ્રશિક્ષણ વર્ગનું સ્થળ ગરવી ગીરમાં હોય ત્યાંના સિંહ દેખાડવાના પ્રમુખના વિચાર સાથે સિંહ દર્શનની જવાબદારીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભારતભાઈ બાલસ, વિનુભાઈ ચાંદેગરા તથા હિમાંશુ ગોરાણીયા રહ્યા હતા. કાર્યાલય વ્યવસ્થામાં નિરવ તળાવીયા અને વિરાટ ઠાકરે જવાબદારી સંભાળી હતી. સાઉન્ડની વ્યવસ્થા હિમાંશુ પંડયા અને પ્રજ્ઞેશ રાવલે સંભાળી હતી. સ્ટેજની સંપુર્ણ જવાબદારી પરાગ રાઠોડે સંભાળી હતી. મહાનગર ટીમને કામ કરતા જાેઈ પ્રમુખ પુનિતભાઈના અંગત મિત્ર એવા રિસોર્ટના માલીક બળવંતભાઈ ધામી પણ એક સામાન્ય કાર્યકરની જેમ કામે લાગી ગયા હતા. મહાનગરની સાથે સાથે જિલ્લા પ્રમુખ કીરીટભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કાર્યકરોએ પણ અલગ અલગ જવાબદારી સ્વિકારીને કામ કર્યું હતું. તા.૧૬/૩ની સવારે ૪ દિવસના રોકાણની તૈયારી સાથે મહાનગરની ટીમ રિસોર્ટ ખાતે પહોંચી ગઈ હતી. આખો દિવસ તનતોડ કામ કર્યા બાદ સાંજે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજી, પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ ઈન્ચાર્જઓ તથા વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત થયેલ પ્રદેશના આગેવાનો પ્રશિક્ષણ સ્થળે આવી પહોંચ્યા હતા. મહાનગર પ્રમુખ, મહામંત્રી તથા કાર્યકરોએ દરેક મહેમાનોને આવકારીને વ્યવસ્થાની રૂપરેખા આપી તમામ સ્થળની રૂબરૂ મુલાકાત કરાવીને ઘટતું માર્ગદર્શન મેળવ્યું હતું. સૌથી મોટો પ્રશ્ન પ્લાસ્ટિકમુક્ત પ્રશિક્ષણ વર્ગના આયોજનનો હોય પ્રદેશ મહામંત્રીઓ તથા આગેવાનોને મહાનગર પ્રમુખ તથા મહામંત્રીઓએ દરેક વસ્તુઓ દેખાડી જેમાં સ્ટેજનું બેનર જે કેળના પાંદડામાંથી બનાવેલ, પાણીની વ્યવસ્થા માટીના મટકા અને માટીના વોટરબેગમાં કરાઈ હતી, નાના- મોટા બેનર્સ કોટન પેપરમાં બનાવાયા હતા. આવી નાની- મોટી દરેક વ્યવસ્થા જાેઈને અચંબીતતા સાથે આગેવાનો ખુબજ રાજી થયા હતા. તા.૧૭/૩ની વહેલી સવારથી જ પ્રદેશ પ્રશિક્ષણ વર્ગના અપેક્ષિત મહાનુભાવો તથા વ્યવસ્થા ટીમના સંયોજકો આવી પહોંચ્યા હતા. સવારમાં દરેક મહાનુભાવોનું સ્વાગત, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુર્ણ કરાવીને નાસ્તો કરાવાયો ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૧૧ કલાકે પ્રશિક્ષણ વર્ગના પ્રથમ સત્રના ઉદ્ઘાટક તરીકે આવી પહોંચ્યા હતા. ભારતમાતા, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, ડો. શ્યામાપ્રસાદ મુખરજીનાં ફોટાઓ સાથે દિપ પ્રાગટ્ય કરીને પ્રથમ સત્રના વક્તા તરીકે મુખ્યમંત્રીએ સરકારની કાર્યસિદ્ધિઓ વિષય ઉપર અનુકરણીય માર્ગદર્શન આપ્યું હતું. પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે છ સત્ર યોજાયા હતા. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આપણી વિદેશ નીતિ અને રક્ષા ક્ષેત્રની સિદ્ધિઓ વિષે વક્તવ્ય આપ્યું હતું જ્યારે પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ સંગઠનની કાર્યપદ્ધતીઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ અને સંઘના પદાધિકારીઓએ વક્તવ્ય આપ્યા હતા. જ્યારે રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાની સાંસ્કૃતિક શૈલીમાં લોકરસ પીરસ્યો હતો. સત્રના બીજા દિવસે ૧૮/૩ના રોજ પ્રથમ સત્રમાં જે સંતોષજી, બીજા સત્રમાં રવિન્દ્ર સાંઠેજીએ ઉપસ્થિત રહીને સંઘની કામગીરી વિષે માહિતગાર કર્યા હતા અને ભાજપની વિશિષ્ઠતા સમજાવી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ બપોરે ૧૨ કલાકે પ્રશિક્ષણ વર્ગમાં પહોંચી જઈને કાર્યકર્તાઓ સાથે ભોજન લીધુ હતું અને ત્યારબાદ અભ્યાસવર્ગમાં ચુંટણી પ્રબંધકના વિષય સાથે તેઓએ પોતાનું રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં સી.આર. પાટીલે જણાવેલ કે, ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને ચુંટણી પ્રબંધકનો વિષય મારે સમજાવો પડે તેવી મારી ક્ષમતા નથી. દરેક કાર્યકર એટલા સક્ષમ બની ગયા છે કે તેમણે કોઈપણ ચુંટણી જીતતા રોકી શકાય તેમ નથી. સત્રના ત્રીજા દિવસે ૧૯/૩ના રોજ સવારથી રાષ્ટ્રીય તથા પ્રદેશ આગેવાનોએ સંબોધન કર્યું હતુ. જ્યારે ત્રીજા સમાપન સત્રમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષજીએ પોતાના વક્તવ્યમાં ભારતીય જનતા પાર્ટીની સમગ્ર દેશની કાર્યપદ્ધતિઓ વિષે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળની કેન્દ્ર સરકારની યોજનાઓ અને સિદ્ધિઓ વિષે અનુકરણીય માર્ગદર્શન આપ્યું હતંુ. જૂનાગઢના ગરવા ગીરના કુદરતી સૌંદર્ય વચ્ચેના અહલાદ્ક વાતાવરણમાં યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં યોજાયેલા કુલ ૧૫ સત્રોમાં સત્રાધ્યક્ષ તરીકે સર્વશ્રી પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તાજી, આઈ.કે.જાડેજા, ગોરધનભાઈ ઝડફીયા, રમણભાઈ વોરા, રાજશીભાઈ, બાબુભાઈ જેબલીયા, ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ સરવૈયા, નંદાજી ઠાકોર સહિતના પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ મોર્ચાના રાષ્ટ્રીય હોદેદારોમાં મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડયા, એસ.ટી. મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામસિંહ રાઠવા, કીસાન મોર્ચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ઉપાધ્યક્ષ જેન્તીભાઈ કવાડીયા, જનકભાઈ પટેલ, વર્ષાબેન દોશી, ડો. ભરતભાઈ બોઘરા, મહેન્દ્રભાઈ પટેલ, ઉષાબેન પટેલ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ૨જનીભાઈ પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદભાઈ ચાવડા, પ્રદેશ મંત્રી મહેષભાઈ કસવાલા, રઘુભાઈ હુંબલ, પંકજભાઈ ચૌધરી, શિતલબેન સોની, નવકાબેન પ્રજાપતી, જ્હાન્વીબેન વ્યાસ, કૈલાસબેન પરમાર, જયશ્રીબેન દેસાઈ, બીનાબેન આચાર્ય, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ(કાકા), સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, કાર્યાલયમંત્રી પરેશભાઈ પટેલ(મામા), વિવિધ મોર્ચાના પ્રદેશ પ્રમુખોમાં યુવા મોર્ચાના પ્રશાંત કોરાટ, મહિલા મોર્ચાના દિપિકાબેન સરડવા, એસ.સી. મોર્ચાના અધ્યક્ષ ગૌતમ ગેડીયા, એસ.ટી. મોર્ચાના અર્જુનભાઈ ચૌધરી, કીસાન મોર્ચાના હિતેષભાઈ પટેલ, બક્ષીપંચ મોર્ચાના મયંકકુમાર નાયક, લઘુમતી મોર્ચાના ડો. મોહસીનભાઈ લોખંડવાલા તથા દરેક મોર્ચાના મહામંત્રીઓમાં જે. નરેશભાઈ દેસાઈ, ઈશાનભાઈ સોની, વીણાબેન પ્રજાપતી, તૃપ્તીબેન વ્યાસ, વિક્રમભાઈ ચૌહાણ, પી.સી. બરંડા, પિયુષભાઈ પટેલ, હિરેનભાઈ હિરપરા, સરદારભાઈ ચૌધરી, ડો. સનમભાઈ પટેલ, નાહીમભાઈ કાઝી, જૈનુલભાઈ અન્સારીએ હાજરી આપી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લા મહાનગરના પ્રમુખોમાં કેશુભાઈ પટેલ(કચ્છ), ડો. વિમલભાઈ (જામનગર શહેર), રમેશભા મુંગરા(જામનગર જિલ્લો), મયુરભાઈ ગઢવી(દેવભુમિદ્વારકા), કમલેશભાઈ મીરાણી (રાજકોટ શહેર), મનસુખભાઈ ખાચરીયા (રાજકોટ જિલ્લો), દુર્લભજીભાઈ દેથરીયા (મોરબી), પુનિતભાઈ શર્મા (જૂનાગઢ શહેર), કિરીટભાઈ પટેલ (જૂનાગઢ જિલ્લો), માનસીંગભાઈ પરમાર (ગીરસોમનાથ), કિરીટભાઈ મોઢવાડીયા (પોરબંદર), રાજેશભાઈ કાબરીયા(અમરેલી), અભયસિંહ ચૌહાણ(ભાવનગર શહેર), રાધવજીભાઈ(ભાવનગર જિલ્લો), મયુરભાઈ પટેલ(બોટાદ) તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ(સુરેન્દ્રનગર) ઉપસ્થિત રહ્યા હતા. ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં ઇલેક્ટ્રો મિડીયા તથા પ્રિંન્ટ મિડીયા સાથે મિડિયા વિભાગના પ્રદેશ પ્રવક્તાશ્રી યમલભાઈ વ્યાસ, કન્વીનરશ્રી યજ્ઞેશભાઈ દવેના માર્ગદર્શનમા જૂનાગઢ મિડીયા ટીમના સંજયભાઈ પંડયાએ સમગ્ર કાર્યક્રમોની મીડિયા સંકલનની કામગીરી સફળતાપુર્વક નીભાવી હતી. જૂનાગઢ ઇલેક્ટ્રો મિડીયા તથા પ્રિંન્ટ મિડીયાના દરેક રીપોર્ટરોની સાથે સૌરાષ્ટ્રભૂમિના સીનીયર સબ એડીટર નાગ્રેચાભાઇએ પણ દરરોજ રીપોર્ટીગ લીધુ હતું. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢના ગીરના જંગલ વિસ્તારમાં માલણકા ખાતે અત્યાધુનિક વિશાલ ગ્રીન વૂડ રિસોર્ટ ખાતે યોજાયેલી ત્રિદિવસીય પ્રશિક્ષણ શીબીરના પ્રથમ વખતના આયોજનનું જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માને સોંપાયું હતું. તા.૧૭/૩ થી ૧૯/૩ સુધી યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગની જીણામાં જણી તૈયારીઓને ખુબજ પ્રભાવશાળી રીતે ઓપ અપાયો હતો જેને જાેઈને રાષ્ટ્રીય અને પ્રદેશ મહાનુભાવોએ જૂનાગઢની ટીમને ખોબલે ખોબલે વધાવી હતી અને ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરની શીબીર અને અધિવેશનની તૈયારી માટે જૂનાગઢ પ્રમુખ પુનિતભાઈ શર્મા તથા તેમની ટીમને જ યજમાન પદ મળવું જાેઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. દરમ્યાન શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મહામંત્રી રત્નાકરજી, ભાર્ગવભાઇ ભટ્ટ, રજનીભાઇ પટેલ, પ્રદિપસિંહ વાઘેલાજી તથા વિનોદભાઇ ચાવડાજીએ મારા ઉપર ભરોસો મુકી જે જવાબદારી સોપી હતી તે વિશ્વાનિયતા સાથે પુર્ણ કરવાનો આનંદ છે.