લાડી લોહાણા સિંધી પંચાયત જૂનાગઢ દ્વારા ચેટીચંડ મહોત્સવનું ભવ્ય આયોજન

0

સિંધી સમાજનાં ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિને ધામધૂમથી ઉજવવા માટે લાડી લોહાણા સિંધી પંચાયત જૂનાગઢ દ્વારા આજે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ઉજવણી ચોબારી ફાટક નજીક આવેલા બાલાજી પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે. કાર્યક્રમની શરૂઆત શ્રી ઝુલેલાલ ભગવાનની જયોત જલાવી અને ગણેશ વંદના સાથે કરવામાં આવશે. ત્યારબાદ શ્રી ઝુલેલાલ ભગવાનની આરતી કરવામાં આવશે. અને ત્યારબાદ ઉલ્લાસનગરનું પ્રખ્યાત ઓર્કેસ્ટ્રા રાજ ઓર્કેસ્ટ્રા દ્વારા શ્રી ઝુલેલાલ ભગવાનનાં ભજન અને લાડાની રમઝટ બોલાવવામાં આવશે. આ તકે આજ દિન સુધી સિંધી સમાજ માટે અમૂલ્ય યોગદાન અને સેવા આપવા બદલ એમ.એન. લાલવાણી, હુંદરાજ અડવાણી, સ્વ. હીરાલાલ કારીયાને ભિષ્મ પિતામહ એવોર્ડથી સન્માનીત કરવામાં આવનાર છે. સાથોસાથ ભવનભાઈ નિહાલાણી અને રમેશભાઈ શેવકાણીને પણ જ્ઞાતિરત્ન એવોર્ડથી સન્માનીત કરવામાં આવનાર છે. લાડી લોહાણા સિંધી પંચાયત, જૂનાગઢનાં પ્રમુખ દ્વારા તમામ જ્ઞાતિબંધુઓને સાંજે ૬ કલાકથી બાલાજી પાર્ટી પ્લોટ ઉપર ઉપસ્થિત રહેવા માટે ભાવપૂર્ણ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. કાર્યક્રમનાં અંતમાં તમામ સમાજનાં પરીવારજનો માટે સામુહિક ભોજન-પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજનાં યુવાનો, કાર્યકર્તાઓ તેમજ મહિલા મંડળનાં સભ્યોમાં અનેરો ઉત્સાહ જાેવા મળે છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!