ખંભાળિયા પંથકમાં વ્યાપક વરસાદથી અનેક ચેકડેમ છલકાયા : પાંચ દિવસથી વરસાદી માહોલ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી જાણે ચોમાસાનો માહોલ છવાયો હોય તેમ જુદા જુદા સ્થળોએ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયા – ભાણવડ પટ્ટીના માંઝા, તથીયા વિગેરે ગામોમાં ગઈકાલે સવારે વ્યાપક વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત તાલુકાના વિરમદળ, દેવળીયા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો એકથી દોઢ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા નાના ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં ધરતીપુત્રો ભારે હાલાકીમાં મુકાઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં ખેતરો તેમજ ચેક ડેમો તરબતર થઈ ગઈ જતા ભર ચોમાસા જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. સાથે સાથે વાતાવરણ પણ ઠંડુગાર બની રહ્યું છે.

error: Content is protected !!