બિલખા : ગળાફાંસો ખાઈ આપઘાત

0

બિલખાનાં રાવતપરામાં રહેતા ટીશાબેન રમેશભાઈ મકવાણા(ઉ.વ.૧૯)એ આજથી દોઢેક મહિના પહેલા સંજયભાઈ ચતુભાઈ પરમાર રહે.જૂનાગઢ, મધુરમ વાળા સાથે ફુલહાર કરેલ હોય અને આશરે દસેક દિવસથી તેનાં પિતાનાં ઘરે રીસામણે આવેલ હોય જેના કારણે પોતાને લાગી આવતા પોતાની રીતે તેના ઘરે રૂમમાં આડીમાં ચુંદડી બાંધી અને ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવની જાણ થતા બિલખા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિકારી હિતેશ ધાંધલીયા ચલાવી રહ્યા છે.

ઓખા નજીક પુરપાટ જતી ખાનગી બસની અડફેટે બાઈક ચાલક યુવાનનું મૃત્યું
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલા જકાતનાકા પાસેના માર્ગ ઉપરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. ૦૬ બી.ટી. ૩૫૯૯ નંબરની એક ખાનગી બસના ચાલકે આ માર્ગ ઉપરથી જઈ રહેલા જી.જે. ૧૫ એમ.એન. ૪૭૮ નંબરના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્‌યો હતો. આ જીવલેણ ટક્કરમાં મોટરસાયકલ ઉપર જઈ રહેલા મૂળ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામના મૂળ રહીશ એવા ભાવેશભાઈ દલપતભાઈ માચ્છી નામના ૩૯ વર્ષના યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યું નીપજ્યું હતું. આ સમગ્ર બનાવવા અંગે ઓખા મરીન પોલીસે અવિનાશભાઈ દલપતભાઈ માચ્છી (ઉ.વ.૪૩, રહે વલસાડ)ની ફરિયાદ ઉપરથી ખાનગી બસના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭ ૩૩૮, ૩૦૪ (એ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

વેરાવળ તાલુકાના ભાલપરા રોડ ઉપર અજાણ્યા ટ્રેકટર ચાલકે ચાલીને જતા સરદાજી યુવાનને હડફેટે લેતા તેમનું મૃત્યું નીપજેલ
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ સુરજીતસિંગ કતારસીંગ બાવરી(ઉ.વ.૨૮) તથા તેનો ભાઇ ગુડુસિંગ સહીત પાંચ સરદારજીઓ ભાલપરા ગામ પાસે આવેલ પાર્થ મારબલ પાસે ઉભેલ હતા તે સમયે ગુડુસીંગ ચાલતો રોડ ઉપર જઇ રહેલ તે વખતે અજાણ્યા ટ્રેકટરના ચાલકે ગુડુસીંગને હડફેટે લઇ નાસી છુટેલ જયારે ગુડુસીંગ ના છાતીના ભાગે ટ્રેકટરનું પાછલું વ્હીલ ચડી જતા લોહી નીકળતી હાલતમાં તાત્કાલીક હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ જયાં ફરજ ઉપરના તબીબે ગુડુસીંગ મૃત્યું નીપજેલ હોવાનું જાહેર કરેલ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ સુરજીતસીંગ બાવરીએ અજાણ્યા ટ્રેકટર ચાલક સામે પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. સાર્દુલભાઇ ભુવાએ હાથ ધરેલ છે.

સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે જુગાર દરોડો : પાંચ ઝડપાયા
સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી પો.કો. રજનીભાઇ મોરી સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે ગોરખમઢી ગામે વાકી શેરીમાં પાન બીડીની દુકાન પાછળ જાહેરમાં જુગાર રમતા મેરામણ ભીખાભાઇ વાજા, પાંચા સરમણભાઇ બામણીયા, રાજેશ બાબુભાઇ બામણીયા, ભુપત ટપુભાઇ પરમાર, હીતેશ પુનાભાઇ મેરને રોકડા રૂા.૧૦,૪૯૦ની સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

error: Content is protected !!