ખંભાળિયામાં બંધ રહેણાંક મકાનમાં ઘરફોડી કરનારા શખ્સને દબોચી લેવાયો

0

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી બેલાવાડી ખાતે રહેતા અને કડિયાકામ કરતા મેઘજીભાઈ પાંચાભાઈ કણજારીયા નામના ૪૫ વર્ષના દલવાડી યુવાન ગત તારીખ ૨૧ મીના રોજ સાંજના સમયે પોતાના પરિવારજનો સાથે એક લગ્ન પ્રસંગમાં ગયા બાદ ગઈકાલે બુધવારે તેઓ પરત ફરતા તેમના ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું અને આ મકાનના કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા ૩૫,૦૦૦ ની રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થયાનું ધ્યાન આવ્યું હતું. આથી મેઘજીભાઈ પાંચાભાઈ કણજારીયાએ ખંભાળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જાેશી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં સર્વેલન્સ સ્ટાફના ખીમાભાઈ કરમુર તથા હેમતભાઈ નંદાણીયા અને યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી ખાતે રહેતા અને મૂળ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના રહીશ સુખા ઉર્ફે સુખો પરબત વાઘેલા નામના ૨૫ વર્ષના શખ્સની અટકાયત કરી, તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!