શિવરાજપુર બીચ ખાતે રવિવારે પર્યટન પર્વનું આયોજન

0

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શિવરાજપુર બીચ ખાતે આગામી રવિવાર તા.૨૬ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાથી પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દેવરાજ ગઢવી (નાનો ડેરો) કલાકાર એન્ડ ગૃપ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

error: Content is protected !!