ગઈકાલથી મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાનનો પ્રારંભ થયો છે. ગઈકાલે મુસ્લિમોનું પહેલું રોઝુ હતું ત્યારે જૂનાગઢની સાત વર્ષની બાળકીએ તરસ્યા-ભૂખ્યા રહીને અલ્લાહની ઈબાદત સાથે રોઝુ પૂર્ણ કર્યું હતું. હાલ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. લોકો પાણી વગર ન રહી શકે તેવી સ્થિતિ છે પરંતુ મુસ્લિમ સમાજનો પવિત્ર માસ રમઝાન શરૂ થયું છે. જેમાં મુસ્લિમ બિરાદરો સવારે ૫ઃ૩૦ કલાકે રોઝુ રાખી અને સાંજના ૭ઃ૫ મિનિટ રોઝુ ખોલે છે. એટલે દિવસના ૧૩ કલાક દરમ્યાન તે ભૂખ્યા તરસ્યા રહી અલ્લાહની ઈબાદત કરતા હોય છે. ત્યારે જૂનાગઢની સાત વર્ષની હય્યા શાહરૂખભાઇ મકરાણી નામની બાળકીએ ઈબાદતનો મહિનો શરૂ થતા પહેલું રોઝુ રાખ્યું હતું અને તમામ રોઝા રાખવાની નિયત કરી છે અને બીજા લોકોને પણ અલ્લાહની ઈબાદત કરવા માટે અપીલ કરી હતી.(તસ્વીર ઃ અમ્માર બખાઈ)