જૂનાગઢમાં પોસ્ટ ઓફિસની બાંધકામ ખાતાની કચેરીમાં તસ્કરોનો હાથફેરો : ૩૪ હજારનાં મુદ્દામાલની ચોરી

0

જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની બાંધકામ ખાતાની ઓફિસમાં તસ્કરોએ દીવાલમાં બાકોરૂ પાડીને નાની-મોટી ર૧ જાતની ચીજવસ્તુઓની ઉઠાંતરી કરી ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. જૂનાગઢમાં ગાંધીગ્રામ પીએનટી કોલોની પાસે આવેલી પોસ્ટ ઓફિસની બાંધકામ શાખાની ઓફિસમાં તસ્કરોએ પાછળની દીવાલમાં બાકોરૂ પાડીને કોમ્પ્યુટર, મોનીટર, કી-બોર્ડ, માઉસ, પ્રિન્ટર, રીવોલ્વીંગ ચેર, વનકાંટા, પંખા, નાની તીજાેર સહિતની ર૧ જાતની અલગ-અલગ ચીજવસ્તુઓ મળીને ૩૪ હજારની માલમતા ચોરી ગયા હતા. જે અંગેની કચેરીનાં આસિસ્ટન્ટ એન્જીનીયર જયેશ પ્રભુદાસ પલાણને થતા તેઓએ ગઈકાલે સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!