Sunday, June 11

રાજ્યની તમામ જેલમાં મોડી રાત સુધી વિડીયો કેમેરા સાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી

0

રાજ્યની તમામ જેલોમાં રાત્રે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિડીયો કેમેરા સાથે જેલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેનું સ્ટેટ કંટ્રોલરૂમમાંથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સતત મોનીટરીંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિડીયો કેમેરા સાથે થઈ રહેલા શૂટિંગને વિશ્વાસ સ્ટેટ કંટ્રોલમાંથી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત ગૃહ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારી સાથે નિહાળી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રીએ સીધુ મોનીટરીંગ કર્યું હતું સાથે સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સી.એમ. ડેશ બોર્ડથી જેલોમાં ચલતા દરોડાની કાર્યવાહી નિહાળી હતી અને આ ઓપરેશનની રજેરજની માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌપ્રથમ વખત વિડીયો કેમેરા સાથે પોલીસના ઓપરેશનથી ભારે ચર્ચા ચાલી હતી.

error: Content is protected !!