જૂનાગઢમાં ચેટીચંડની ઉજવણી : ભવ્ય શોભાયાત્રા યોજાઈ

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સીંધી નૂતન વર્ષ ચેટીચંડ પર્વની ભાવભેર, ઉતસાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આયોલાલ ઝુલેલાલનાં નાદ સાથે એક વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન ખાતેથી આ શોભાયાત્રા શરૂ થઈ હતી. આ શોભાયાત્રાનું દિપ પ્રાગટય મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું હતું. સીંધી સમાજનાં ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલજીની જયંતિ પ્રસંગે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં વિવિધ પ્રકારનાં આકર્ષક ફલોટસ રહયા હતાં. સીંધી સમાજનાં વિવિધ મંડળ યુવક મંડળ દ્વારા બનાવાયેલા ફલોટમાં ઝાંકી કરાઈ હતી. ભગવાન ઝુલેલાલજી, આર્મીનાં જવાનો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માતુશ્રીને શ્રધ્ધાંજલી માટેનાં ફલોટ તેમજ ભગવાન ઝુલેલાલજીનાં દર્શન કરાવતી ઝાંખીનાં ફલોટે સારૂ આકર્ષણ જગાવ્યું હતું. આ શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ હતી. જયાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર અને જીલ્લામાં ભગવાન ઝુલેલાલજી જયંતિની ભાવભેર ઉત્સાહભેર અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!