જૂનાગઢ જીલ્લા જેલમાં ગઈકાલે પોલીસનાં દરોડા : સર્ચ ઓપરેશન હાથ ધરાયું

0

જૂનાગઢ સહિત રાજયની વિવિધ જેલોમાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત રાજયનાં ગૃહ પ્રધાનના આદેશને પગલે વિવિધ જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને મોડે સુધી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢની સેન્ટ્રલ જેલમાં પોલીસ કાંફલો એકસાથે પહોંચ્યો હતો અને વાહનોનાં થપ્પા લાગી ગયા હતા અને ચકાસણી માટે આવેલા ૧૦૦થી વધુ કર્મચારીઓ જેલની અંદર પહોંચ્યા હતા ત્યારે વાહનોનાં થપ્પા જાેવા મળ્યા હતા. જૂનાગઢની સેનટ્રલ જેલમાં ગઈકાલે રાત્રે ૯ વાગ્યાની આસપાસ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાંફલો પહોંચ્યો હતો અને જેલમાં એકાએક દરોડો પડતા સન્નાટો વ્યાપી ગયો હતો. રાજ્યનાં ગૃહ પ્રધાનની સુચના બાદ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની તમામ જેલોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમસેટી, નાયબ પોલીસ વડા હિતેષ ધાંધલીયા સહિતનો કાંફલો મોટી સંખ્યામાં કર્મચારીઓ સાથે જૂનાગઢ જેલોમાં પહોંચ્યો હતો અને ચકાસણી શરૂ કરી હતી. સવારે ગાંધીનગરમાં ગૃહ મંત્રી દ્વારા ઉચ્ચપોલીસ અધિકારીઓ સાથે ૨ કલાક મિટીંગ ચાલી હતી અને આ મિટીંગ પૂર્ણ થતાં જ જૂનાગઢ સહિત તમામ જેલોમાં એક સાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેલમાં પહોંચેલા પોલીસ અધિકારીઓએ તમામ બેરેક્ટનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. અને આ ચકાસણીમાં મહિલા કર્મીઓ પણ સામેલ હતી જેથી કરીને મહિલા કેદીઓનાં બેરેકટમાં પણ તપાસ થઇ શકે. જૂનાગઢ જેલમાં આટલી મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચતા જ દોડધામ મચી ગઇ હતી.

error: Content is protected !!