દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ મંડળોમાં ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ કાર્ય પૂર્ણ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ શહેર, ભાણવડ તાલુકો તથા દ્વારકા શહેરના ત્રણ મંડળોમાં બુથ સશક્તિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા આયોજનમાં આ અંગેની માહિતી આપતા જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર તથા રસિકભાઈ નકુમે જણાવ્યું હતું કે હાલ જિલ્લાના દસેય મંડળોમાં બુથ સશક્તિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે પૈકી આ ત્રણ મંડળોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં વિવિધ બાબતે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!