ખંભાળિયામાં વડાપ્રધાનના “મન કી બાત” નો કાર્યક્રમ સામૂહિક રીતે નિહાળતા આગેવાનો, કાર્યકરો

0

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રત્યેક માસના અંતિમ રવિવારે “મન કી બાત”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દેશમાં થતી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓની જાણકારી, પ્રેરણા રૂપ કામગીરી તેમજ લોકોમાં જાગૃતિ આવે અને વિવિધ બાબતે પ્રેરણા મળે તે પ્રકારની બાબતો પર પ્રકાશ પાડવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિને લોકો સમક્ષ “મન કી બાત” રજૂ કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદા જુદા બૂથમાં ભાજપના કાર્યકરો દ્વારા સામુહિક રીતે “મન કી બાત” અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૬૫૮ પૈકી ૪૦૦ બુથમાં ભાજપના હોદ્દેદારો-કાર્યકરો દ્વારા “મન કી બાત” અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ મયુરભાઈ ગઢવી તેમજ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા અહીંના મહત્વના એવા હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં “મન કી બાત” અંગેના યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આગામી તારીખ ૩૦ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૧૦૦ મો “મન કી બાત” નો કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લાના તમામ બુથ પર પાર્ટીના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થવાનું આયોજન પણ થઈ રહ્યું છે. ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા ભાગોમાં યોજવામાં આવેલા “મન કી બાત”ના કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો તેમજ નાના-મોટા કાર્યકરો સહભાગી થયા હતા.

error: Content is protected !!