ભારતના જુદા જુદા ૧૧ રાજ્યોમાં કાર્યરત ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંસ્થા કે જેના દ્વારા ચારણ – ગઢવી સમાજને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેના હોદ્દેદારો, આગેવાનોને એક મીટીંગ શનિવારે ખંભાળિયામાં યોજવામાં આવી હતી. ખંભાળિયાના ભાણવડ રોડ ઉપર જ્ઞાતિના આગેવાન રાજાભાઈ રૂડાચની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી આ મિટિંગમાં સી.જી.આઈ.એફ.(ઝ્રય્ૈંહ્લ)ના પદાધિકારીઓ સહિતના સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ કલ્યાણ માટે કાર્યરત એવી આ સંસ્થાના દ્વારા ચારણ (ગઢવી) સમાજમાં શિક્ષણ અને આરોગ્ય બાબતે જાગૃતિ આવે ઉપરાંત છેવાડાના વિસ્તારોમાં પણ ચારણ ગઢવી સમાજના લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે જાગૃતિ અર્થેના ઉદ્દેશ સાથે આ મિટિંગ યોજવામાં આવી હતી. અહીંના અગ્રણી રાજાભાઈ ગઢવીના નિવાસ્થાને યોજાયેલી આ ખાસ બેઠકમાં આ સેવા સંસ્થાનો વ્યાપ વિસ્તરે અને સ્થાનિક કાર્યકરો આ સંસ્થામાં જાેડાય જેથી સેવાકાર્ય માટેનો પાયો વધુ મજબૂત બને તે બાબત ઉપર ભાર આપવામાં આવ્યો હતો. આ મિટિંગમાં જામનગર, પોરબંદર સહિતના જિલ્લાના આગેવાનો પણ જાેડાયા હતા અને આગામી સમયના આયોજન માટે સ્થાનિકોને જવાબદારી સોંપવામાં આવી હતી.