ખંભાળિયાના કજુરડા ગામે કુવામાં ખાબકેલા મહિલાનું રેસ્ક્યુ કરાયું

0

ખંભાળિયા – જામનગર હાઈવે ઉપર આવેલા કજુરડા ગામના પાટીયા પાસે એક શ્રમિક પરિવારના મહિલા શનિવારે રાત્રે પાણી વગરના કુવામાં ખાબક્યા હતા. કોઈ અકળ કારણોસર કૂવામાં પડી ગયેલા આ મહિલા અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફ તાકીદે આ સ્થળે દોડી આવ્યો હતો અને કુવામાંથી મહિલાને હેમખેમ બહાર કાઢવામાં સફળ થયા હતા. ત્યાર બાદ ઇમર્જન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા આ મહિલાને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!