દ્વારકાના વિશ્વવિખ્યા જગત મંદિર વિસ્તારમાં ડ્રોન ઊડતું હોવા અંગેની માહિતી સ્થાનિક પોલીસને મળતા દ્વારકાધીશ મંદિર સુરક્ષા પોલીસ તથા સ્થાનિક પોલીસએ કાર્યવાહી કરી, ભુજના એક ફોટોગ્રાફર શખ્સને ઝડપી લઈ જાહેરનામા ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિર ઉપર શનીવારે સાંજે ડ્રોન ઉડતું જાેતા આ અંગે દેવસ્થાનન સમિતિના કર્મચારી વિગેરે દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જગત મંદિર આસપાસના વિસ્તારને “નો ફલાયિંગ રેડ ઝોન” અંગેનું જાહેરનામું હાલ અમલમાં છે, જેથી મંદિરની નજીક ૧૦૦ મીટરના વિસ્તારમાં ડ્રોન કે અન્ય કોઈ ક્રાફટ ઉડાવવાની તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી છે. મંદિર સુરક્ષા વિભાગના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ દ્વારકાના પી.આઈ. પી.એ. પરમાર તથા મંદિર પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. એમ.એમ. રોસિયા તથા પરાગભાઈ ચૌહાણ તથા મહેશભાઈ અણીયારીયા વિગેરેએ તાકીદ કાર્યવાહી કરી, મંદિર નજીક ડ્રોન ઉડાવનાર કચ્છ જિલ્લાના ભુજ ખાતે રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રણય હીમાંશુભાઈ જાેષી નામના ૨૩ વર્ષના યુવાનની અટકાયત કરી, તેની પાસેથી હોય તેની પાસેથી ડ્રોન ઉડાવવાની પરવાનગી ન હોવા છતાં ડ્રોન ઉડાવીને લોકોનો જીવ જાેખમમાં મૂકી, મંદિર આસપાસના વિસ્તારનું ગેરકાયદેસર રીતે શુટિંગ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે. આથી આ શખ્સ પાસેથી ડી.જી.આઈ. કંપનીનો રૂા.એક લાખની કિંમતનો ડ્રોન કેમેરો, રૂા.૧૫,૦૦૦ની કિંમતની ત્રણ નંગ બેટરી તેમજ રૂા.૨૦,૦૦૦ની કિંમતનું ડી.જી.આઈ. કંપનીનું રીમોટ, રૂા.૫,૦૦૦ની કિંમતના ચાર્જર સ્ટેન્ડ તથા સ્લોટ કર્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે મંદિર સુરક્ષા વિભાગના એ.એસ.આઈ. પરાગભાઇ ચૌહાણની ફરિયાદ ઉપરથી દ્વારકા પોલીસે ભુજના ફોટોગ્રાફર પ્રણવ હિમાંશુભાઈ જાેશી સામે જાહેરનામા ભંગની કલમ ૧૮૮ ઉપરાંત ૨૮૭, ૩૩૬ તથા ઇન્ડીયન એરક્રાફ્ટ એકટની કલમ ૧૧ મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.