જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, ચૂંટણી શાખાનો સ્ટાફ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, પોલીસ સ્ટાફ રહ્યો હાજર
ભારતના ચૂંટણીપંચની સૂચના મુજબ, ઈ.વી.એમ.- વી.વી.પેટ વેરહાઉસની સ્થિતિનું દર ત્રણ માસે આંતરિક નિરીક્ષણ કરવાનું હોય છે. જે મુજબ, રાજકોટ જિલ્લાના ઈ.વી.એમ. તથા વી.વી.પેટ.ના વેરહાઉસનું આંતરિક નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક કલેક્ટર એસ. જે. ખાચર, ભાજપ, બી.એસ.પી., સી.પી.આઈ. સહિતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ચૂંટણી શાખાના મામલતદાર એમ. ડી. દવે, તાલુકા મામલતદાર કે. કે. કરમટા, નાયબ મામલતદાર ઘનશ્યામ ચૌહાણ, વિક્રમસિંહ ઝાલા, પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યો હતો.