સરકારી વિનીયન કોલેજ ભેંસાણ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

0

સરકારી વિનયન કોલેજ, ભેંસાણ દ્વારા ઉચ્ચશિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા સૂચિત જી-૨૦ અંતર્ગત Environment_and_climate Change વિશે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા અર્થે તે અંતર્ગતRun for Environment and Climate સ્પર્ધાનું આયોજન તારીખ ૨૮-૩-૨૦૨૩ અને મંગળવારના રોજ કરવામાં આવેલ હતું. જેમાં જી-૨૦ અંતર્ગત Environment_and_climate Change વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાગૃતિ કેળવાય તથા ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા ગુજરાતના ભાવિ નાગરિકોમાં પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિનો પ્રચાર પ્રસાર થાય અને તેમનામાં Energy Saving વિશે કોલેજના આચાર્ય ડો. યોગેશ કુમાર વિ. પાઠકએ સોલાર ઉર્જા, ગ્રીન એનર્જી, જળવાયુ પરિવર્તન, વસુધૈવ કુટુમ્બકમ, ટકાવ વિકાસ, પર્યાવરણ બચાવો સબંધિત કોલેજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરેલ હતા. ત્યાર બાદ એફ.વાય, એસ.વાય અને ટી.વાયના વિદ્યાર્થીઓનું દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહ ભેર વિદ્યાર્થીઓએ જાેડાયા હતા. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કોઓર્ડીનેટર જી-ર૦ નોડલ ઓફીસર એવા આસિ. પ્રો.ડો. સચિન જે. પીઠડીયા દ્વારા કરવામાં આવેલ હતું. વાઈસ પ્રિન્સીપાલ પ્રો.ડો. સરોજબેન નારીગરા દ્વારા સંકલન કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રોફેસરની ડો. બંઘીયા, ડો.અજય એલ. જાેષી, ડો. પકંજ સોદરવા, ડો. ગુરનાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. સાથો સાથ સમગ્ર કોલેજના વિદ્યાર્થીઓ જાેડાયને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

error: Content is protected !!