Monday, June 5

કેશોદના અખોદર ગામે મહિલા સત્સંગ કાર્યક્રમ યોજાયો

0

કેશોદ તાલુકાના અખોદર ગામે ગૌશાળાના પટાંગણમાં મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં અખોદર અને નાની ઘંસારી ગામના મહીલા સત્સંગ મંડળ દ્વારા ભક્તિ ભાવ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સત્સંગ મંડળ દ્વારા કરતાલ સાથે ભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે મહાકાળી માતાજીના મંદિરના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણ જાેવા મળ્યું હતું. મહીલા સત્સંગ મંડળ દ્વારા ભક્તિ ભાવની ભાવના સાથે નિઃસ્વાર્થ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આખોદર અને નાની ઘંસારી મહિલા સત્સંગ મંડળ દ્વારા બે કલાક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખોદર અને નાની ઘંસારી ગામનાં સત્સંગ મંડળ મહીલાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભક્તિ ભાવ સાથે ભક્તિ ગીતો ગાયાં હતાં.

error: Content is protected !!