જૂનાગઢના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, શ્રીરામ ધુન મંડળ, ગોરક્ષા સંગઠન સહિત વિવિધ હિંદુ સંગઠનો દ્વારા રામનવમી ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. માંગરોળમાં સૌથી વિશાળ અને ઐતિહાસિક શોભાયાત્રા કાઢવા માંગરોળ સુશોભન કરાઈ રહ્યું છે. જેમાં શહેરના મુખ્ય ચોકમાં રંગોળી કરી મુખ્ય ચોકો ઉપર ગેટ બાંધી પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. તેમજ શોભાયાત્રાના રૂટમાં દુકાને-દુકાને કેસરી જંડીઓથી ગામને સજાવવામાં આવ્યું છે. શોભાયાત્રાના રૂટો ઉપર સંગઠનો દ્વારા સરબતો-ઠંડાપીણાની વ્યવસ્થા કરવામાં આવી છે. રામનવમી તારીખ ત્રીસના રોજ સાંજે ચાર વાગ્યે હરીકિરતનાલય ધુન મંદિર બહારકોટથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શ્રીરામ ધુન મંડળના નેજા હેઠળ નીકળતી શોભાયાત્રામાં વિવિધ હિંદુ સંગઠનો ધુન મંડળો, હિંદુ સમાજની જ્ઞાતીઓએ બનાવેલાં આકર્ષક ફલોટ સાથે જાેડાશે તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ચાલતી રામ પારાયણના સભ્યો સાથે કથાકાર શાસ્ત્રી નાગેન્દ્રજી વોરા તેમજ સાથે દરેક હિંદુ જ્ઞાતીઓના આગેવાનો, દરેક હીંદુ સંગઠનો, ધુન મંડળીઓ સહિત ભાઇઓ-બહેનો, વેપારી ભાઈઓ બપોરે બે વાગ્યા પછી ધંધા-રોજગાર બંધ રાખી રામલલાના જન્મોત્સવની શોભાયાત્રા જાેડાઈ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢી મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.