જેસીઆઈ જામનગર અને એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સયુંકત ઉપક્રમે યોજાયો મહા રક્તદાન કેમ્પ

0

તા.૨૯-૩-૨૦૨૩ને બુધવારનાં રોજ એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને જેસીઆઈ જામનગર સયુંકત ઉપક્રમે એક સરસ મજાનો ” મેગા બ્લડ ડોનેશન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ NVP VISIT માટે ખાસ પધારેલ મહેમાન અને જેસીઆઈ ઇન્ડિયાનાં વાઈસ પ્રેસિડેન્ટ JITENDER MAAN™e VISIT પ્રસંગે રાખવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં એનવીપી જેસી જીતેન્દ્ર માન, ઝોન પ્રેસિડેન્ટ જેસી જિમિલ હેબતપુરિયા, ટુર કો ઓર્ડનેટર જેસી ભાવેશ વગેરેએ ખાસ હાજરી આપી હતી અને ખાસ એનવીપી જીતેન્દ્ર માને પણ આ પ્રસંગે રક્તદાન કરી સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમ જેસી સેન હિતુલ કારીયા, જેસી લીડર મનીષ રાયઠઠ્ઠા, જેસી લીડર હિમાંશુ જેઠવા, PZPઅને IPZP જેસી સમીર જાની વગેરેનાં માર્ગ દર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો સમગ્ર કાર્ય ભાર પ્રોજક્ટ ચેરમેન જેસી અંકિત વોરા, કો-ચેરમેન જેસી ભાવેશ સોજીત્રા, ZVP અને IPP જેસી કુનાલ સોની, જેસીઆઈ જામનગરનાં પ્રેસિડેન્ટ જેસી જીજ્ઞેશ ચાંગાણી, સેક્રેટરી જેસી જતીન ભટ્ટી, જેસી મોહિત વાટલિયા, જેસી ખીલન પાટલીયા, તેમજ એપલ ઇન્ટરનેશનલ સ્કૂલનો સ્ટાફ જીજ્ઞેશ દાણી ધારીયા, હર્ષલ બેડિસ્કર, દર્પણ લાખાણી, મયુર રાવલિયા, અલ્પા ચાંગાણી, ભૂમિકા રાબડિયા, સેજલબેન, ડિમ્પલ રાબડીયા, ફોરમ અકબરી, અક્ષય સંઘાણી, પ્રશાંત સખિયા અને સમગ્ર જેસીઆઈની ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં આજુબાજુનાં વિસ્તારનાં ઘણા લોકોએ ખૂબ જ ઉમળકા ભેર ભાગ લીધો હતો અને ૧૫૩ બોટલ રક્ત બોટલ એકત્રિત કરી જરૂરિયાત લોકો માટે રક્ત દાન કરી મદદ કરી હતી અને અનેક લોકોને જીવનદાન આપવામાં મદદ કરી હતી. આ પ્રસંગે જામનગર વોલીએન્ટરી બ્લડ બેંકનાં સમગ્ર સ્ટાફ અને અરવિંદભાઈ ચિત્રોડાની ટીમ હાજર રહી હતી અને રક્ત એકત્ર કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆઈ જામનગરની ટીમ સમગ્ર લોકોનો આભાર વ્યક્ત કરે છે.

error: Content is protected !!