ઓખા ખાતે ખોડિયાર મંદિરે ચૈત્રી નવરાત્રિ અષ્ટમી નિમિતે સૂકા મેવાના અન્નકોટના દર્શન રાખવામાં આવેલ હતા. ઓખાના દરિયા કિનારે આવેલ અતિ પૌરાણિક ખોડિયાર મંદિર આવેલ છે. જ્યાં ચૈત્ર અને આસો મહિનામાં પણ અષ્ટમીના સૂકા મેવાના અન્નકોટના દર્શન રાખવામાં આવે છે. ઉપરાંત માહ મહિનામાં ખોડિયાર જયંતિમાં પણ સૂકા મેવાના અન્નકોટના દર્શન રાખવામાં આવે છે. ઓખાના દરિયા કિનારે ખોડિયાર મંદિરે છેલ્લા ૪૩ વર્ષથી અન્નકોટના દર્શન રાખવામાં આવે છે. ઓખાનાં ગ્રામજનો બહોળી સંખ્યામાં અન્નકોટના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ અન્નકોટના કાર્યને સફળ બનાવવા મંદિરના પૂજારી રાજેશભાઇ ઠાકર તેમજ ખોડિયાર ગ્રુપ દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.