સાડી, વાંસમાંથી બનાવેલ વસ્તુઓ – ફર્નિચરનું સૌથી વધુ આકર્ષણ અને વેચાણ
રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત “હસ્તકલા હાટ” પ્રદર્શનનું નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ઈન્ડેક્સ્ટ-સીના સંકલનથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસ દરમ્યાન કારીગરોએ કુલ રૂા.૬૦,૧૫,૧૩૬/-નું વેચાણ કર્યું હતું. પ્રથમ દિવસે ૧૭,૬૪,૮૪૭/- બીજા દિવસે રૂા.૨૬,૪૮,૮૬૫/- અને ત્રીજા દિવસે રૂા.૧૬,૬૪,૪૨૪/- નું અનુક્રમે વેચાણ કર્યું હતું. જેમાં આસામ અને નાગાલેન્ડ રાજ્યના કારીગરોએ સૌથી વધારે વેચાણ કર્યું છે. તેમાં પણ સાડી, વાંસમાંથી બનાવેલ વસ્તુઓ અને ફર્નિચરનું વધારે વેચાણ થયું છે. ઉત્તર પૂર્વના ૪૮ કારીગરો ગુજરાતના ૫૭ કારીગરોએ અને લાઈવ ડેમોના ૧૦ કારીગરો એમ થઈને ૧૦૪ કારીગરોએ ત્રણ દિવસમાં કૂલ ૬૦ લાખથી વધુ રકમનું વેચાણ કર્યું હતું.