રાજકોટમાં છેડતીનો ભોગ બનેલી યુવતીને સ્વજનની જેમ સલામતી બક્ષતી અભયમ્‌ ટીમ

0

રાજકોટ જિલ્લામાં મહિલાઓને ૧૮૧ અભયમ્‌ સેવાથી કટોકટીની પળોમાં સ્વજનની જેમ સાથે રહી સહાય મળતી હોવાનું વધુ એક કિસ્સાએ સાબિત કર્યું છે. ગત તા. ૨૪ માર્ચના રોજ રાજકોટ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ૧૮૧ અભયમ્‌ ટીમના કાઉન્સિલર કૃપાલીબેન ત્રિવેદી, મહિલા કોન્સ્ટેબલ રીંકલબેન મોલિયા તથા પાયલોટશ્રી પ્રકાશભાઈ રાત્રિના સમયે ફરજ નિભાવતા હતા. ત્યારે ૧૮૧ અભયમ્‌ હેલ્પલાઈન ઉપર જાગૃત નાગરીકે કોલ કરી જણાવ્યું કે શહેરના કેસરે હિંદ પુલ વિસ્તારમાં એક યુવતીની અજાણ્યા યુવકે છેડતી કરી હોવાથી તેને મદદની જરૂર છે. આ વાત જાણી ૧૮૧ અભયમ્‌ ટીમ અને બી ડીવીઝન પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો. ૧૮૧ અભયમ્‌ ટીમ એ યુવતી ગભરાયેલી હોવાથી સૌથી પહેલા તેને સાંત્વના આપી. અભયમ્‌ ટીમ એ યુવતીનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે યુવતી રાત્રે ચીજ-વસ્તુ લેવા બહાર નીકળી હતી. ત્યારે અજાણ્યા યુવકે તેનો ચહેરો અડવાનો પ્રયાસ કરતા, તેણે બુમાબુમ કરી મૂકી. જે સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા ને યુવતીના માતા-પિતાને કોલ કરી જાણ કરી. પીડિતાના વાલીના કહેવાથી જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ્‌ હેલ્પલાઈન ઉપર કોલ કર્યો હતો. આ દરમ્યાન લોકોએ યુવકને પકડી રાખ્યો હતો અને તે “મેં કાંઈ કર્યું નથી”નું ખોટું રટણ કરતો હતો. અભયમ્‌ અને પોલીસની ટીમને જાેતા જ યુવક ડઘાઈ ગયો. ટીમ દ્વારા યુવકને ગેરવર્તન અંગે પૂછતા, તેણે કહ્યું કે “આ યુવતીને હું ઓળખતો નથી ને ટેન્શનમાં હોવાથી ભૂલ થઈ ગઈ.” અભયમ્‌ ટીમ એ યુવકને કાયદાકીય ભાષામાં સમજાવ્યો. તેમજ પોલીસ ટીમએ પીડિતાના પરિવારને યુવક સામે ફરિયાદ કરવા માટે જણાવ્યું. પરંતુ યુવતીના કોલેજ અભ્યાસની પરીક્ષા ચાલુ હોવાથી યુવતીને કારકિર્દી ઉપર ધ્યાન આપવાના આશયથી પરિવારે કાયદાકીય કાર્યવાહી કરવાનું ટાળ્યું. યુવકે અભયમ્‌ અને પોલીસ ટીમના કહેવાથી પીડિતાની જાહેરમાં માફી માંગી અને જીવનમાં ફરીવાર કોઈ પણ યુવતીની છેડતી નહીં કરે, તેવી બાંહેધરી આપી. અભયમ્‌ ટીમ એ ‘૧૮૧ છહ્વરટ્ઠઅટ્ઠદ્બ ઉર્દ્બીહ ૐીઙ્મॅઙ્મૈહી’ એપ્લિકેશન અંગે જાણકારી આપીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. રાત્રિના સમયે પણ દીકરીને સહાયની જરૂર પડતા અભયમ્‌ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી જતા, પરિવારે ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, ૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની સલામતી અર્થે ૨૪ટ૭ કાર્યરત છે.

error: Content is protected !!