Monday, December 4

મુકતુપુર ગામે ભકત શિરોમણી ભીખાબાપાની પ્રતિમા મુકાશે

0

માંગરોળના મક્તુપુર મુકામે ભક્ત શિરોમણિ શ્રી ભીખાબાપાની પ્રતિમાનંુ સ્થાપન કરવાનું આયોજન તારીખ ૧-૪-૨૦૨૩ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાણીતા કલાકાર કાનાભાઇ જાેવા, ધર્મિષઠાબેન લાઠીયા તેમજ ઇકબાલભાઇ મીર તેમના સાજીંદા સાથે રંગત જમાવશે તથા બપોરે ૪ વાગ્યે મહાપ્રસાદનું આયોજન હોય નિરંતર ગૌસેવા તેમજ મક્તુપુર ગામ સમસ્ત તરફથી હાજરી આપવા સર્વે ભક્તજનોને આમંત્રણ આપવામાં આવેલ છે. શોભાયાત્રાનો સમય બપોરે ૧ઃ૩૦ થી ૩ઃ૦૦ વાગ્યનો છે અને લોકડાયરો રાત્રે ૧૦ વાગ્યે રાખવામાં આવેલ છે. ભક્ત શિરોમણિ શ્રી ભીખાબાપાની પ્રતિમા જ્યાં સ્થાપીત કરવામાં આવશે તે જગ્યાએ પી.ડી. હાઇસ્કૂલ પાસે સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકર અને સેવાભાવી મુકેશભાઈ ઘોડાદ્રા “નેજાધારી” ની ચાની દુકાન આવેલ છે. આ મુકેશભાઈ પશુ-પક્ષીઓ સાથે દરેક પદયાત્રીઓને ચા, પાણી અને હાથપગના દુઃખાવાનો ઇલાજ પણ વર્ષોથી નિઃસ્વાર્થ ભાવથી ફ્રીમાં કરતા આવ્યા છે.

error: Content is protected !!