કોડીનારમાં શ્રી રામ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી

0

હજારોની સંખ્યામાં લોકો મહાઆરતી, દર્શનનો લાભ લઇ શોભાયત્રામાં જાેડાયા : શહેરના યુવક મંડળો દ્વારા વિવિધ ફ્લોટ્‌સ તેમજ વેશભૂષા ધારણ કરી પ્રભુ શ્રી રામ ચરિત્રોની જાંખી આકર્ષણનું કેન્દ્ર બની

કોડીનાર ખાતે આવેલા અતિ પ્રાચીન રામજી મંદિર ખાતે ગઈકાલે બપોરે ૧૨ વાગ્યે રામજન્મ બાદ ભવ્ય રીતે રામજન્મોત્સવ ઉજવાયો હતો. બપોરે ઃ૩૦ કલાકે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ભગવાન શ્રીરામનો ૧૧ લાખ ૬૫ હજાર ૯૯૦મો જન્મદિવસ ઉજવાયો હતો. હિન્દૂ સમાજના આસ્થાના પ્રતીક સમાન ઉત્સવ રામનવમી સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે ત્યારે કોડીનાર શહેરમાં આવેલા પ્રાચીન રામ મંદિરે પ્રભુ શ્રી રામ જન્મોત્સવની ઉજવણી બાદ ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. કોડીનારની પરંપરા અનુસાર આ શોભાયાત્રા રામજી મંદીર મહા આરતી બાદ શરૂ થઈ. શોભાયાત્રામાં રંગબેરંગી કાચ જડિત રથમાં રામ, લક્ષમણ અને જાનકી બિરાજી નગર ચર્યાએ નીકળ્યા હતા. શોભાયાત્રામાં સબરી રામ મિલન, લક્ષમન મૂર્છિત, હનુમાન જડ્ડીબુટ્ટી, અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ, રામ સાગર માર્ગ જેવા વિવિધ ફ્લોટ્‌સે આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં કોડીનારના નગરજનો પણ હજારોની સંખ્યામાં જાેડાયા હતા. વિવિધ માર્ગો ઉપરથી પસાર થતી શોભાયાત્રાનું ઠેક ઠેકાણે સ્વાગત થયું હતું. તો કેટલીક જગ્યાએ પૌષ્ટિક સરબતોના સ્ટોલમાં સરબત પી અને લોકો તૃપ્ત થયા હતા. કોડીનારની પ્રજા ધાર્મિક ભાવના વાળી અને ઉત્સવ પ્રેમી હોય અહીં દરેક ઉત્સવ ધામેધૂમે ઉજવાય છે ખાસ કરીને રામનવમી. રામ જન્મોત્સવ પ્રસંગે ડીજેના તાલ અને સુર તેમજ લયની શબ્દાવલી છેડાઈ હતી. ધૂન અને ભક્તિ સંગીતની સાથે વાતાવરણ રામમય બન્યું હતું. રામજી મંદિર ને અનેરો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન રામનો ૧૧લાખ ૬૫ હજાર ૯૯૦મો જન્મ દિવસ ઉજવાયો હતો. રામજી મંદિરે ખાતે રાસ-ગરબા અને ધૂન-ભજનની રમઝટ બોલી હતી. રામ મંદિરેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા સાંજે પરત ફરી હતી. શોભાયાત્રા ધર્મસભામાં ફેરવાઈ હતી. મહા આરતી બાદ કાર્ય સંપન્ન થયું હતું. સમગ્ર શોભાયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કોડીનાર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

error: Content is protected !!