ખંભાળિયામાં રામદેવજી મહારાજના બાર પહોરા પાટોત્સવનું ભવ્ય આયોજન

0

શનિવારથી ત્રણ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો

ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજતા શ્રી કંચેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ક્ષત્રિય સંઘાર સમાજ અને ભરવાડ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી નકલંક નેજાધારી રામદેવજી મહારાજના બાર પહોર પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શનિવાર તારીખ આઠમીના રોજ સવારે ૯ વાગ્યે કુંભ સ્થાપન, રવિવાર તારીખ ૯ના રોજ બપોરે ચાર વાગ્યે સંતોના સામૈયા તથા આઠ વાગ્યે જ્યોત પ્રાગટ્ય તેમજ સોમવાર તારીખ ૧૦ના રોજ રાત્રે ભજન સંતવાણી સહિતના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકાર શ્રી પરસોતમપુરી બાપુ, હસમુખ ગીરીબાપુ, નિલેશભાઈ ગઢવી, જયસુખબાપુ, તેજાભાઈ સરસિયા સહિતના કલાકારો સંતવાણીમાં ભજન-ધૂનની રમઝટ બોલાવશે. આ ઉપરાંત મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોના આયોજન માટે ક્ષત્રિય સંઘાર સમાજ તેમજ ભરવાડ સમાજ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

error: Content is protected !!