Thursday, September 28

ભાણવડ તાલુકામાં એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ખાસ કેમ્પ યોજાયો

0

ભાણવડ તાલુકાના મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના મોખાણા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં મોડપર સરકારી શાળા ખાતે પી.એચ.સી. દ્વારા એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ટી-૩ એટલે કે ટેસ્ટ, ટ્રિટ અને ટોક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોર, કિશોરીઓ તથા અન્ય મળી, કુલ ૧૬૬ લાભાર્થીઓના હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અનેમિક દર્દીઓને જરૂરી સારવાર અને યોગ્ય આહાર વિશે સમજ આપવામાં આવી હતી. આ ટેસ્ટ સ્થળ ઉપર જ કરી, તુરંત સારવાર અને આરોગ્ય સંબંધિત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવીને કેમ્પને સફળ બનાવાયો હતો.

error: Content is protected !!