ઉપરકોટના લોકાર્પણ માટેનો ગોઠવાતો તકતો : મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ

0

એપ્રિલ માસના ત્રીજા વિકમાં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવા હીલચાલ

જૂનાગઢ શહેરની શાન સમા એતિહાસીક ઉપરકોટના ભવ્ય લોકાર્પણ સમારોહની તૈયારી હાથ ધરવામાં આવી છે. એપ્રિલ માસના ત્રીજા વિકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જૂનાગઢને નવીનિકરણ થયેલા ઉપરકોટની ભેટ મળશે. આ સાથે જ સંભવત એવું પણ હાલના સંજાેગોમાં વિચારાઈ રહ્યું છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૭ એપ્રિલે સોમનાથ ખાતે આવી રહ્યા છે ત્યારે આ સમયગાળા દરમ્યાન ઉપરકોટનું લોકાર્પણ થવાની શકયતા રહેલી છે. જૂનાગઢ શહેરમાં રાજાશાહી યુગ અને નવાબી શાસન કાળના સુવર્ણ સમયની યાદી તાજી કરતા અનેક સ્થળો, ઈમારતો અને ભવ્ય મહાલયો પણ આવેલા છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં હેરીટેજ માટે અનેક સ્થળો પ્રાપ્ત થાય તેવા આ સ્થળો રહેલા છે. ગુજરાત તેમજ દેશભરની જનતા એતિહાસીક દ્રષ્ટીએ અત્યંત મહત્વના અને આધ્ય કવિ નરસિંહ મહેતાજીની પાવન ભૂમિ જૂનાગઢની મુલાકાતે આવે છે અને અહીં ફરીફરી આવવા માટેનો વાયદો જાણે આ પ્રવાસીજનતા આપીને જાય છે. ખુશહાલ બની અને જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ એતિહાસીક સ્થળો, ધાર્મિક સ્થળો, ભવનાથ વિસ્તાર તેમજ જીલ્લામાં આવતા વિવિધ ફરવા લાયક સ્થળોની મુલાકાત પણ લેતા હોય છે. પ્રવાસી જનતા માટે ગુજરાતમાં ખાસ કરીને જૂનાગઢ શહેર વોટ ફેવરીટ છે અને આ શહેરમાં આવેલા અને ઘણા વર્ષોથી અણનમ યોધ્ધાની માફક ઉભેલા એતિહાસીક ઉપરકોટની પણ અચુક મુલાકાત લે છે. રાજય સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા ઉપરકોટના સર્વાંગી વિકાસ માટે સારૂ એવું ભંડોળ ફાળવી અને ઉપરકોટના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી હવે પુર્ણ થઈ ચુકી છે. આજના નવા બનેલા એટલે કે રીસ્ટોરેશન થયેલા ઉપરકોટનું નજરાણું જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતા માટે ગુજરાત સરકારની એક અનમોલ ભેટ ગણાશે. આ ઉપરકોટના લોકાર્પણ માટેની ઘડીઓ ગણાઈ રહી છે. ઉપરકોટમાં વિકાસના જે કાર્યો કરવામાં આવેલ છે તેમાં વોકવે, ગાર્ડનમાં અધ્યતન લાઈટ સુવિધા, પ્રવાસી જનતા માટે વોકવે, બેસવાની વ્યવસ્થા, રાણકદેવી મહેલ, અડીકડી વાવ, નવઘણ કુવો સહિતના રક્ષીત સ્મારકો ગણાતા ઉપરકોટના મહત્વના ભાગોમાં રીનોવેશન અને રીસ્ટોરેશન થયું છે. નવીનિકરણ પામેલા ઉપરકોટમાં પગ મુકતા જ પ્રવાસી જનતાને અનેક ગણી સુખ સુવિધાનો અનુભવ થાય તેવી સુંદરમજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અઢળક ખર્ચ સાથે ઉપરકોટ ભવ્ય બનાવવામાં આવેલ છે. આ ઉપરકોટની આ ચાલતી કામગીરી પુર્ણ કક્ષાએ સંપન્ન થઈ છે ત્યારે જનતા જનારધનની સેવામાં મુકવા માટે ઉપરકોટનું લોકાર્પણ થવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને ઉપરકોટના નવીનિકરણની કામગીરી પુર્ણ થતા તેની આખી ફાઈલ ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવી છે અને ત્યાંથી ગ્રીન સીગ્ન્લ મળતાની સાથે જ લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ તેવી શકયતા છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાવાનો છે. આ દરમ્યાન લોકાર્પણ અંગેની તારીખો નકકી કરવામાં આવનાર છે. આ સાથે એવી પણ શકયતા છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૭ એપ્રિલના રોજ સોમનાથ ખાતે આવી રહ્યા છે ત્યારે આ જ સમય ગાળામાં ઐતિહાસીક ઉપરકોટનું લોકાર્પણ થાય તેવી પણ શકયતા વિચારવામાં આવી રહી છે. ઉપરકોટનું નવીનિકરણ સંપન્ન થઈ ગયું છે અને હવે ટુંક સમયમાં એટલે ચાલુ માસ એપ્રિલના ત્રીજા વિકમાં જૂનાગઢના આંગણે એતિહાસીક ઉપરકોટના ભવ્ય લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ટુંક સમયમાં જે અંગેનો સતાવાર કાર્યક્રમ જાહેર થાય તેવી શકયતા છે.

error: Content is protected !!