સ્માર્ટ સિટીના બદલે હોલિવૂડ સિટી બનવા તરફ : સમુદ્ર બાદ નગરમાંથી ડ્રગ્સ રેકેટ પકડાયું !

0

મહિલા બુટલેગર બાદ મહિલા ડ્રગ્સ કેરિયર પકડાઈ : શું મહિલાઓ નો બિન અધિકૃત ડ્રગ્સના વ્યાપારમાં ઉપયોગ ચાલુ થયો ?

જિલ્લા એસ.ઓ.જી. બ્રાન્ચને મળેલ બાતમીના આધારે અહી એક મહિલા ડ્રગ્સ કેરિયર કમ સેલરને આશરે ૩ કિલો નાર્કોટિક્સ ડ્રગ્સની શ્રેણીના ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યાનું બહાર આવેલ છે. જે અંગેની બહાર આવેલ વિગતો મુજબ જિલ્લા એસ ઓ.જીના પી.આઇ. સિંગરખીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે અહીના કુખ્યાત ગુન્હેગારોના આશ્રિત વિસ્તાર જેવા ગણાતા વિસ્તારમાં રહેતી મહિલા ડ્રગ્સ કેરિયર કમ વેચાણનો ધંધો કરતી હસીના કરીમશાને આશરે ત્રણ કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડી નાર્કોટિક્સ ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ અંગે ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવેલ છે. અહીની કુખ્યાત મહિલા બુટલેગર બાદ હવે આ મહિલા ડ્રગ્સ કેરિયર કમ સેલરે પોતાનો આ બિન અધિકૃત અને સમાજને નુકશાન કારક વ્યવસાયમાં પોલીસ રેકર્ડ ઉપર નામ નોંધાવી આ વિસ્તારની મહિલાઓના ડ્રગ્સની હેરાફેરી કમ સેલ્સના વ્યવસાયના પ્રવેશનો રેકર્ડ બનાવ્યાનું બહાર આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીની મહિલા બુટલેગરને થોડા સમય પહેલા પાસાના ગુન્હા હેઠળ જેલવાસ મળેલ તે તેનો કેટલો મોટો વ્યવસાય ચાલતો હશે તેનો પુરાવો આપે છે. ત્યારે આ મહિલા ડ્રગ્સ કેરિયર કમ સેલર પાસેથી જે જથ્થો પકડાયો છે તે દર્શાવે છે કે, આ મહિલા કોઈ મોટી ડ્રગ્સ ડીલરની ગેંગની મેમ્બર હોવાની શક્યતા નકારી શકાતી નથી. ત્યારે બીજી બાજુ પાકિસ્તાન સાથે દરિયાઈ સરહદે જાેડાયેલ આ ગામ હવે હોલિવુડ જેવું અનોખું બની રહ્યાનું આ ઘટના દર્શાવે છે.

error: Content is protected !!