Saturday, September 23

ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકનો જૂનાગઢ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો

0

બક્ષીપંચ મોરચાને મજબૂત નેતૃત્વ મળ્યું છે : મહાનગર મોરચા અધ્યક્ષ વિનુ ચાંદેગરા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ મયંકભાઈ નાયકજીના સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત જૂનાગઢ મહાનગર ખાતે પધારેલ હતાં ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર બક્ષીપંચ મોરચા પ્રમુખ વિનુભાઇ ચાંદગેરા, જિલ્લા પ્રમુખ વિક્રમભાઈ સિસોદિયા, મહાનગર મહામંત્રી જયસિંહ પઢિયાર, સંજયભાઈ ગૌસ્વામી, જિલ્લા મહામંત્રી કાળુભાઇ ચાવડા, ભરતભાઈ વાંક, મહાનગર તથા જિલ્લાની ટીમ દ્વારા ધોરાજી ચોકડી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈક રેલી યોજીને જિલ્લા કાર્યાલય ખાતે મોરચાની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે બક્ષીપંચ મોરચાના હોદેદારોઓ અને વિવિધ બક્ષીપંચ સમાજના આગેવાનઓ દ્વારા નવનિયુક્ત પ્રમુખનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનગર તથા પ્રદેશ મોરચાના હોદેદારઓ, ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અધ્યક્ષ પુનિત શર્માનાં માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ મોરચાના આગેવાનો હોદેદારો તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું મિડિયા કવરેજ મહાનગર મિડિયા વિભાગનાં સંજય પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ મોરચા મિડિયા વિભાગનાં કન્વિનર કેતન નાંઢાએ કર્યું હતું.

error: Content is protected !!