વેરાવળ લોકજાગૃતિ મંચ ઉપક્રમે જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન

0

ગીર-સોમનાથ વેરાવળ લોકજાગૃતિ મંચ ઉપક્રમે શહેરીજનો, જનસમાજ, ગ્રામજનોમાં અંધશ્રદ્ધા દૂર કરવાનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. દેશમાં અમુક જ્ઞાતિમાં બાળવેવિશાળ પ્નથા ભવિષ્યમાં ખતરનાક સાથે અમંગળ બરબાદીને આમંત્રણ આપનારૂ હોય તેને તિલાંજલિ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જાથાનો ૧૦૦૧૬ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં મંચના પ્રમુખ બિપીનભાઈ શાહ, ઉપપ્નમુખ કિરીટભાઈ ઉનડકટ, મંત્રી અનિલભાઈ પુરોહિત, પ્રોજેકટ ચેરમેન મહેન્દ્રભાઈ ધાણક, સંજયભાઈ દાવડા, પૂર્વ પ્રમુખ જે. બી. મહેતા, દિપકભાઈ ટીલાવત, શ્યામભાઈ નાથાણી ઉપરાંત નાયકભાઈ, પરેશભાઈ તન્ના, ભાવેશભાઈ મહેતા, શૈલેષભાઈ શેઠ, અનિલભાઈ જી. પુરોહિત, જેઠવાભાઈ અને સમાજ સુધારક અનિષભાઈ રાચ્છ મહાનુભાવો હાજર રહ્યા હતા. મંચના પૂર્વ પ્રમુખ દિપકભાઈ ટીલાવતે સ્વાગતવિધિ કરી, વેરાવળ આસપાસ અંધશ્રદ્ધા દૂર કરવા આહવાન આપ્યું હતું. વિજ્ઞાનથી માનવજીવન સુખી-સંપન્ન થયું છે તેનો સ્વીકાર કરૂ છું. સુરત સત્ય શોધક સભાના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ દેગામી, ભારતીબેન દેગામીનું મંચે સન્માન કર્યું હતું. દેગામીએ મુંજાવરના પહેરવેશમાં નાટકીય પ્રયોગ નિદર્શનથી ઉપસ્થિત લોકો પ્રભાવિત થયા હતા. અનિષ રાચ્છે વ્યક્ગિત સન્માન કર્યું હતું. અગ્નિ ઉપર ચાલવાના પ્નયોગમાં લોકો સ્વયંભુ જાેડાયા હતા. જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ર૧ મી સદી વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે. પ્રત્યેક માનવીને સેકન્ડો અને મિનિટમાં વિજ્ઞાનની મદદથી દિનચર્યા પસાર કરવી પડે છે. વિજ્ઞાનની શોધ માનવ કલ્યાણકારી માટે હોય છે. કોઈપણ દેશનો વૈજ્ઞાનિક સમાજ, રાષ્ટ્રને વરેલો હોય છે. વૈજ્ઞાનિકો કાયમ માટે આદરને પાત્ર હોય છે. વૈજ્ઞાનિકો અનેક પ્રકારના સંશોધનો પ્નયોગશીલ સાબિત થાય છે ત્યારે જ માન્યતા મળે છે. વૈજ્ઞાનિકોમાં જ્ઞાતિ, કોમ, ઉચ્ચ કે નીચના ભેદભાવ હોતા નથી. પોતાના રાષ્ટ્ર માટે પ્રમાણિક હોય છે. વૈજ્ઞાનિકો અંધશ્રદ્ધાના મુદ્દાઓથી હંમેશા દૂર રહે છે. વાદ-વિવાદથી અળગા રહે છે. ધર્મ, શ્રદ્ધા, માન્યતા પોતાની અંગત હોય છે, તેનું બાહ્ય નિદર્શન કદી હોતું નથી. ધાર્મિક બાબત કે નિશાની દેશ માટે ખતરારૂપ છે. માણસ-માણસ વચ્ચે ખાઈ ઉભી કરે છે. હું માત્ર માણસ છું તેવી ઓળખ લાભપ્રદ છે. જાથા દેશમાં લોકોને જાેડવાનું કામ કરે છે. જાથા માનવધર્મ, રાષ્ટ્રને સમર્પિત સંસ્થા છે. વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે બાળવેવિશાળ કુપ્રથા શરૂ થાય તેને અન્યો અનુસરે તે પહેલા ડામી, તિલાંજલિ આપવા, વખોડવા બહોળા સમાજને અપીલ કરી હતી. માનવહનન, બાળ અધિકાર ઉપર તરાપ, માનવતા ભંગ અને સામાજિક દ્રષ્ટિએ અમંગળને આમંત્રણ સાબિત થશે. બાળવેવિશાળને ટેકો આપનારા સમાજદ્રોહી છે. માતા-પિતાને સંતાનોનો હક્ક-નિર્ણય છીનવવાનો જરા પણ અધિકાર નથી. જે સમસ્યાનો સામનો કરવો પડે છે તેના માટે નિવારવાના અનેક માર્ગો છે. બાળવેવિશાળથી ભવિષ્યમાં દામ્પત્ય જીવનના અનેક પ્રશ્નો ઉભા થઈ આપઘાતના કિસ્સાને આમંત્રણ છે. વર્તમાન સમયે વ્યકિત પુખ્ત વયની થયા બાદ પસંદગીના જીવનસાથી સાથે જીંદગીની સફર કરી શકે છે. આ સ્વતંત્રતા હોવા છતાં નાની ઉંમરે ભાઈ-બહેનને ભાવિ પતિ-પત્ની તરીકે જાેવામાં અને વિચારવામાં આવે તે બાબત અત્યંત શરમજનક છે. આ ચીલો અટકાવવાની, ફેરફાર કરવાની તાતી જરૂરીયાત છે. જયાં સુધી બાળકો પુખ્ત વયના ન થાય ત્યાં સુધી તેમના લગ્ન વિશે નર્ણયિ લેવાનો અધિકાર માતા-પિતાને પણ નથી. સામાજિક દ્રષ્ટિએ ખતરનાક સાબિત થશે. એક જ પરિવારમાં મામા-ફોઈના દીકરા-દીકરીઓ વચ્ચે વેવિશાળ શરીર-વિજ્ઞાનની દ્રષ્ટિ તપાસવું જરૂરી છે. બાળવેવિશાળ માત્ર કુરિવાજ છે. બીજી જ્ઞાતિઓ અને અમુક શાસ્ત્રના આધારે તર્ક મુકી બાળવેવિશાળ કરવું તે નર્યું આંધળું અનુકરણ છે. વિશેષમાં જાથાના પંડયાએ જણાવ્યું કે ધાર્મિકતા અને જ્ઞાતિની તાકાત બતાવનારા પ્રદર્શનો, ખર્ચાઓ, આડંબરો, દાન, પૂજા-અર્ચનોના દેખાડામાં આંતરિક સમસ્યાઓ, કુરિવાજાે, પ્રથા, પરંપરાઓ, અમાનવીય કૃત્યને નેસ્તનાબુદ કરવામાં નિષ્ફળતામાંથી બાળવેવિશાળ જાેખમી પગલાને જાથા ધિક્કારે છે. બે, ત્રણ, પાંચ વર્ષના બાળકો તેની ઉપરના બાળકોને માત્ર સારૂ શિક્ષણ, સંસ્કાર, શારીરિક વિકાસ, વિજ્ઞાન ટેકનોલોજીથી માહિતગાર યુગ છે તેનો લાભ મળવો જાેઈએ. વ્યકિત સ્વાતંત્ર્યનો ઉપયોગ સમજી, વિચારી કરવો જાેઈએ. બંધારણનું અપમાન ન થવું જાેઈએ. લોકશાહીના મર્મને તર્કથી ઉડાડવો ન જાેઈએ. જાથાના પંડયાએ વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો, વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈ, ટેરાશાસ્ત્ર, સીગ્નેચર, જયોતિષ ઉપર વૈજ્ઞાનિક સમજ આપી દ્રષ્ટાંતો આપ્યા હતા. ભૂત, પ્રેત, મામો, જીન્નાત, ઈલમ, ડાકણ, ચુડેલ, આસુરી શકિત, મેલીવિદ્યાનું અસ્તિત્વ જ નથી તેનો ડર-ભય કાઢી નાખવા આહવાન કર્યું હતું. પિતુ-સુરાપુરા, ગ્રહો, ગ્રહણો, મૃત્યું પામેલા કદી નડતા નથી જીવતા માણસો જ નજીકના સગા-સંબંધી, મિત્રો જ નડે છે તેનાથી સાવધ રહેવા અપીલ કરી હતી. પ્રયોગ નિદર્શનમાં હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, અગ્નિ ઉપર ચાલવું, એકના ડબલ કરવા, ભુવાની સાંકળ મારવાની ડીંડકલીલા, સંમોહન, કાનેથી ચિઠ્ઠી વાંચવી, બેડી તુટવી, હઝરતમાં જાેવું, નજરબંધી વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા હતા. આભારવિધિ અનિલભાઈ પુરોહિત અને જે.બી. મહેતાએ કરી હતી. પ્રયોગ નિદર્શનમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, વિપુલ ગોસ્વામી, ભકિતબેન રાજગોર, ભારતીબેન દેગામી, સિધ્ધાર્થ દેગામી, હર્ષા પંડયા અને સ્થાનિક અનિષભાઈ રાચ્છ જાેડાયા હતા.

error: Content is protected !!